Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીની મહિલા સાયન્સ કોલેજમાં ઓઝોન ડે નિમિતે ફ્લેશ મોબ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો .

મોરબીની શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં ઓઝોન ડે નિમિતે જનજાગૃતિ માટે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું

ઓઝોન લેયર પૃથ્વી પર યુ.વી જેવા હાનીકારક કિરણોથી આપણું રક્ષણ કરે ચેહ વર્ષ ૧૯૮૭ માં એક ઇન્ટરનેશનલ સમીટમાં ૧૬ સપ્ટેમ્બરના દિવસે મોન્ટ્રીલ પ્રોટોકોલ સાઈન કરવામાં આવેલ જેના પગલે વર્ષ ૧૯૯૪ થી યુએન દ્વારા દર વર્ષે ઓઝોન ડે ઉજવવામાં આવે છે ત્યારે જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ફ્લેશ મોબ દ્વારા લોકોને ઘરમાં એસી અને રેફ્રીજરેટરનો ઉપયોગ ઘટાડવા અને સ્પ્રે, શેવિંગ ફોર્મ વગેરેમાંથી CFC જેવા હાનીકારક ગેસ ઉત્પન્ન થાય છે જે ઓઝોન લેયરને નુકશાન પહોંચાડે છે જેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી
ઓઝોન લેયરમાં નુકશાનને પગલે લોકોમાં ચામડીના કેન્સર, આંધળાપણું જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે જેથી ફ્લેશ મોબ યોજી જન જાગૃતિ લાવવા પ્રયાસ કરેલ જેને સંસ્થા પરિવારે બિરદાવી ફ્લેશ મોબમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી

(9:11 pm IST)