Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીમાં “અગલે બરસ તું જલ્દી આ” ના નાદ સાથે દુંદાળા દેવ ગણપતિનું વિસર્જન

પાલિકાએ ચાર સ્થળોએ મૂર્તિ કલેક્શન કરી બાદમાં આરટીઓ નજીક વિસર્જન કર્યું.

મોરબી : વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની સ્થાપના કરીને ૧૦ દિવસ સુધી ધામધુમથી ગણેશ મહોત્સવની મોરબીમાં ઉજવણી કરવામાં આવી હતી અને આજે ગણપતિ મહારાજનું વાજતે ગાજતે વિસર્જન કરીને અગલે બરસ તું જલ્દી આ કહીને ભક્તોએ બાપાને વિદાય આપી હતી
મોરબીમાં આજે ગણેશ વિસર્જન નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગણેશજીની મૂર્તિઓનું કલેક્શન સેન્ટર રાખવામાં આવશે ત્યાંથી પાલિકાની ટીમ વિસર્જન સ્થળ આરટીઓ ઓફીસ પાસે જઈને વિસર્જન કરશે વિસર્જન માટે જરૂરી માણસો, વાહનો અને તરવૈયાઓની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી હતી
તો ભક્તોએ વાજતે ગાજતે બાપાને વિદાય આપી હતી મોરબી શહેરના રાજમાર્ગો પર ગણપતિ વિસર્જનની શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં ડીજેના તાલે ઝૂમીને ભક્તો અબીલ ગુલાલની છોળો સાથે નીકળ્યા હતા અને બાપાને વિદાય આપી ગણપતિ મહારાજનું ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.
યુવા ગ્રુપ કા રાજા "નું રાસ-ગરબાની તાલ સાથે અપાઈ વિદાય આજે મહાઆરતી, ૫૬ ભોગ અન્નકુટ દર્શન સહિતના ત્રિવિધ કાર્યકમો યોજાયા.
મોરબી પંથકમાં ના ગામડે-ગામડે ગણપતિ બાપા મોરિયા સાથે ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે મોરબીમાં અગલે બરસ તુ જલદી આના ગગનભેદી નારા સાથે ગણપતિ બાપને ભાવ ભેર વિદાય આપી વિસર્જન કરાયું હતું.
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે યુવા ગ્રુપ કા રાજા સમગ્ર મોરબી પંથકમાં મહોલા, શેરી, ગલી,ધરોમાં અને ગામડે ગામડે પણ ગણપતિ સ્થાપન કરી પુજા અર્ચના કરી વિધ્નહર્તાની દશ દિવસ સુધી આરતી, ધુપ, થાળ, મહા પ્રસાદ, ભોગ, શ્રીગાંર અને રાસ ગરબાની રમઝટ બોલાવી આ ઉત્સવ ધામ ધુમથી મનાવ્યો હતો. આ સાથે આજરોજ વિધ્નહર્તાને ભીની આંખે વિસર્જન કરી અગલે બરસ તું જલ્દી આના ગગન ભેદી નાદ સાથે શોભાયાત્રા યોજી વિસર્જન કરવામાં આવ્યું હતું. યુવા ગ્રુપ કા રાજા ગણપતિ મહોત્સવ માં આજે અંતિમ દિવસે મહાઆરતી, ૫૬ ભોગ અન્નકુટ સહિતના ત્રિવિધ કાર્યકમો યોજાયા હતા. આ કાર્યક્રમ માં યુવા ગ્રુપના જનક રાજા, નિરવ મીરાણી, જયેશ મીરાણી,જયદીપ બારોટ, જયેન્દ્ર બારોટ, હિંમાશું મહેતા, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ, દર્શન જોગીયાણી,ઓસમાણભાઈ, ઈમરાન, કરણ, રવિભાઈ સોલંકી,સંગ્રામભાઈ મેવાડા,હાજી દરજાદા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી હતી.
મોરબીના નવી પીપળી ધર્મગંગા સોસાયટીમાં ગણેશ વિસર્જન સાથે પર્યાવરણ બચાવોનો સંદેશ.

મોરબીના નવી પીપળી ગામે આવેલ ધર્મગંગા સોસાયટીના રહેવાસીઓ પણ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હતું અને ૧૦ દિવસ સુધી ધામધુમથી ગણેશ મહોત્સવની ઉજવણી કર્યા બાદ આજે ગણેશ વિસર્જન કરીને પર્યાવરણ બચાવોનો અનોખો સંદેશ આપ્યો હતો

ધર્મગંગા સોસાયટીમાં ગજાનંદ ગણપતિ મહારાજની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ગણેશ મહોત્સવની ઉજવણી બાદ આજે વિસર્જનના દિવસે સોસાયટીમાં જ ગણપતિ બાપાનું વિસર્જન કરાયું હતું અને માટીની પ્રસાદીરૂપે બે દિવસ પછી લત્તાવાસીઓને આપવામાં આવશે જે કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી કમલભાઈ દવે અને સાથી કાર્યકર્તાઓ જોડાયા હતા.

(9:27 pm IST)