Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ભાવનગરમાં નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ગણપતિ ઉત્સવનો પ્રારંભ

ભારત ચંદ્રના દક્ષીણ ભાગ પર ચંદ્રયાન-૩ નું સફળ ઉતરાણ કર્યું થીમ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે પર્યાવરણની જાગૃતિના અનુસંધાને ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિની સ્થાપના કોલેજ ખાતે કરવામાં આવી હતી.

 ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરૂ મહત્વ છે. દરેક તહેવાર આપણે ધાર્મિક પરંપરા અનુસાર તેની ઉજવણી કરતા હોઈએ છીએ. આપણા દરેક કાર્યમાં ગણપતિની પૂજા સૌપ્રથમ કરતા હોઈએ છીએ.
 ભારતના ગૌરવ દિવસ તા. ૨૩ ઓગસ્ટ ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વમાં કોઈ પણ દેશે જે સિદ્ધિ હાસલ કરી નથી તેમાં ભારત ચંદ્રના દક્ષીણ ભાગ પર ચંદ્રયાન-૩ નું સફળ ઉતરાણ કર્યું છે.તે થીમ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
   નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામા આવશે. તેમાય ખાસ કરીને પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી હતી.
  આ વર્ષે પર્યાવરણ જાગૃતિના અનુસંધાને કોલેજ ખાતે માટી માંથી બનાવેલ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આજની પરિસ્થિતિમાં પર્યાવરણને બચાવવું ખુબ જરૂરી બન્યું છે વૃક્ષ, દરિયાનો કાંઠા વિસ્તાર, નદીનો કાંઠા વિસ્તારની જાળવણી કરવી તે આવશ્યક બન્યું છે આ હેતુથી જ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા માટી માંથી બનાવેલ મૂર્તિનું સ્થાપન કરવામાં આવી હતી.
    નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આ ૩(ત્રણ) દિવસ કોલેજની વિધાર્થીની દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવશે. આ ઉપરાંત આ ૩ દિવસ દરમિયાન આરતી, શણગાર, ગરબા, સમૂહ આરતી જેવા કાર્યક્રમો કરવામાં આવશે. ડી.જે. ના સથવારે વિધાર્થીનીઓ અને શૈક્ષણિક સ્ટાફ અનેરા ઉત્સાહ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી ગણપતિની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી હતી.

 

(7:02 pm IST)