Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દ્વારકા બેઠક પર ૧૩ ઉમેદવારો મેદાનમાં રહયા

ખંભાળિયા તા.૧૮ : દ્વારકા બેઠક પર બે ઉમેદવારોએ ફોર્મ ખેંચતા હવે ૧૩ ઉમેદવારો ચુંટણી જંગમાં રહયા છે. જો કે ર૦૧૭ની ચુંટણીમાં પણ અહીં તેર ઉમેદવારો હતા અને આ વખતે પણ તેર ઉમેદવારો રહયા છે.

તેર ઉમેદવારોમાં કોંગ્રેસના મુળુભાઇ કંડોરીયા, ભાજપના પબુભા માણેક આમ આદમી પાર્ટીના લખમણ બોઘા નકુમ પ્રમુખ સ્‍પર્ધક ગણાય છે.

જયારે બાકીના ૧૦ સપર્ધકોમાં ગઢવી ગુજરાત પાર્ટીનાચ પરમાણી કિશાનકુમાર, સમાજવાદી પાર્ટીના હમીર ડેર, બસપાના ચંદ્રસિ+હ હાથલ, ગુજરાત નવ નિર્માણ પક્ષના માડમ તથા ફોગા, અપક્ષો અશરફમિયા કાદરી, કિશોરભાઇ ચાવડા, અમીતભાઇ ઘેડીયા, દેવેન્‍દ્ર માણેક, ભગવાનજી થોભાણી તથા નાગેશ કરસનનો સમાવેશ થાય છે.

ચુંટણી અધિકારી પાર્થ તલસાણીયા તથા મામલતદાર વરૂ દ્વારા વ્‍યવસ્‍થા કરાઇ છે.

અહીં પણ કોંગ્રેસ ભાજપ આપ વચ્‍ચે ત્રિપાંખીયો જંગ થશે. જેમાં અપક્ષો નિર્ણાયક સાબિત થશે.

(11:33 am IST)