Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભુજના કોંગ્રેસી ઉમેદવારના સમર્થનમાં ખાવડા નજીક પચ્છમ વિસ્તારના ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : અત્યારે સમગ્ર ગુજરાતની સાથે ભુજના ગામડાઓમાં ચુંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભુજના કોંગ્રેસના ઉમેદવાર અરજણ દેવજી ભુડીયાએ ખાવડાની પાસે આવેલા પચ્છમ વિસ્તારના ગામો કુરન, સુમરાપોર, કોટડા, ધોનારવાંઢ, મોટા, હુસેનીવાંઢ, ધ્રોબાણા, મોટા-નાના દિનારા, ઢંઢી, મોટા બાંધા, લાખાવડ, કાસવાંઢ, તલવાંઢ, અલૈયાવાંઢ, ફઝલવાંઢ, હારૂનવાંઢ ના પ્રવાસમાં વ્યાપક જન સમર્થન મળ્યું હતું.

આ પ્રવાસ દરમ્યાન ઉમેદવાર શ્રી અરજણ દેવજી ભુડીયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારે કાયમી કૉંગ્રેસને સાથ આપ્યો છે ત્યારે વિશ્વાસ અપાવું છું કે હું આ વિસ્તારની વિવિધ સમસ્યાઓથી પરીચીત છું અને આ સમસ્યાને નિવારવા માટે હરહંમેશ આપના પડખે જ ઉભો રહીશ. મેં મારા માધાપર ગામમાં છેલ્લા ૨૦ વર્ષ થી દીલથી સેવા અને વિકાસ કર્યો છે તેવા જ વિકાસનો દોર આ વિસ્તારમાં ચલાવીશ. આ પ્રવાસ દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આમદભાઈ ચાકીએ જણાવ્યું હતું કે વરસાદની સીઝનમાં "મી જા મામા" જે રીતે આવે એ રીતે કેટલાક લોકો ભ્રામક પ્રચાર કરી કોંગ્રેસને નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેમની વાતોમાં આવ્યા વગર વર્ષોથી જે રીતે કોંગ્રેસની સાથે રહયા છો તે રીતે જ ખોબેખોબા મત આપી અરજણ  ભુડીયાને વિજથી બનાવશો.

આ પ્રવાસ દરમ્યાન ભુજ વિધાનસભાના ઈન્ચાર્જ જુમાભાઈ નોડે. જીલ્લા પંચાપતના સદસ્ય રસીદ સમા, અમીરઅલીભાઈ લોઢીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ આહીર, રાજુભા જાડેજા, વગેરે પોતાના ઉદબોદનમાં આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વાળી ભાજપ સરકારને જડમૂળથી ઉખાડવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. આ સમગ્ર પ્રવાસ દરમ્યાન સંચાલન જીલ્લા કોંગ્રેસના પ્રવક્તા દિપક ડાંગરે કર્યું હતું.

પચ્છમ વિસ્તારમાં તુગા ગામના ૪૦ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા ભાજપના આગેવાન અને પુર્વ ઉપસરપંચ કાસમ ઈસા સમા કોંગ્રેસમાં જોડાયા હતા તેમની સાથે સાહેબ સાલે, ગફુર સાલે, આમદ ઈબ્રાહીમ, પુર્વ ઉપસરપંચ મુસા સાહેબ વગેરે જોડાઈ અરજણ ભુડીયાને જીતાડવાનું આહવાન કર્યું હતું.

આ પ્રવાસમાં એડવોકેટ નોટરી ધનજી મેરીયા, તાલુકા પંચાયતના પુર્વ વિપક્ષી નેતા જુમા અલાયા, કુરન સરપંચ લાખા સોઢા, તાલુકા પંચાયત સદસ્ય સકુર મલુક, ઓસમાણભાઈ, તપન ઠકકર, અભેરાજ સમા, રૂપા રબારી જોડાયા હતા. તેવું જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટી અને ગનીભાઈ કુંભારની યાદીમાં જણાવાયું હતું.

(10:00 am IST)