Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અંજાર વિધાનસભા બેઠકના ભાજપના ઇન્ચાર્જ તરીકે બાબુભાઈ હુંબલને જવાબદારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : કચ્છની અંજાર બેઠક માટેના ભાજપના ઇન્ચાર્જ તરીકે બાબુભાઈ હુંબલને જવાબદારી સોંપાઈ છે. અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા બાબુભાઈ હુંબલ કસાયેલા રાજકીય અને સામાજિક આગેવાન છે. અંજાર બેઠક ઉપર ભાજપે આ વખતે સંઘ સાથે સંકળાયેલા ત્રિકમભાઈ છાંગા (માસ્તર) ને મેદાનમાં ઉતાર્યા છે. લોકસંપર્ક દરમ્યાન ત્રિકમભાઈ છાંગાને ઠેર ઠેરથી ખૂબ જ ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો હોવાનું બાબુભાઈ હુંબલે જણાવ્યું છે.

(10:03 am IST)