Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમરેલી શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ તરીકે કાજલબેન વ્‍યાસ - ઉપપ્રમુખ કૈલાસબેન સુહાગિયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૯: શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ તરીકે કાજલબેન વ્‍યાસ અને ઉપપ્રમુખ તરીકે  કૈલાસબેન સુહાગિયાની વરણી થતા કોંગ્રેસ પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખ પ્રમુખ જેનીબેન ઠુમ્‍મરની સૂચનાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ મીનાબેન સોડાગાર એ મહિલા પાંખનું સંગઠન માળખું સંગઠિત અને ચેતનવંતુ બનાવવાના ભાગરૂપે અમરેલી શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ તરીકે ઉત્‍સાહી અને શિક્ષિત એવા કાજલબેન વ્‍યાસની વરણી કરવામાં આવેલ હતી તેમજ ઉપપ્રમુખ તરીકે કૈલાસબેન સુહાગિયાની વરણી કરવામાં આવતા મહિલા પાંખમાં વ્‍યાપક ખુશી જોવા મળેલ હતી.

આ વરણીને અમરીશભાઈ ડેર, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુમ્‍મર,  પ્રતાપભાઈ દુધાત, ઠાકરશીભાઈ મેતલીયા, ડી કે રૈયાણી, ઈકબાલ ગોરી, રફીકભાઈ મોગલ, નરેશભાઈ અધવાર્યું, ટીફૂ ભાઈ વરૂ, અરવિંદભાઈ સીતાપરા, વિગેરે કોંગ્રેસના વિવિધ હોદેદારો વિવિધ સેલના પ્રમુખો આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(12:07 pm IST)