Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કોડીનારની ઘરફોડીમાં બે શખ્‍સોને પોલીસે ઝડપયા

સોમનાથ,તા. ૧૯ : ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી એ.બી.જાડેજા તથા એસ.ઓ.જી. સ્‍ટાફના એ.એસ.આઇ નરવણસિંહ કે. ગોહિલ તથા ગોવિંદભાઇ બી વંશ તથા લખમણભાઇ ડી.મેતા તથા ઇબ્રાહીમશા બી. બાનવા, મેહુલસિંહ પ્રતાપભાઇ તથા ડ્રા.એ.એસ.આઇ ભૂપતગીરી મેઘનાથી એ રીતેના પોલીસ સ્‍ટાફ સાથે કોડીનાર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં  હતા.

દરમ્‍યાન એ.એસ.આઇ લખમણભાઇ મેતા તથા મેહુલસિંહ પ્રતાપસિંહની સંયુકત બાતમી આધારે (૧) વિશાલભાઇ કાનાભાઇ વાજા અનુ.જાતિ (ઉવ.૨૫) તથા (૨) નગીન તેજાભાઇ વાજા, અનુ.જાતિ (ઉવ.૩૩) રહે. બંને કોડીનાર વાળાઓને કોડીનાર વડનગર બાયપાસ ચોકડી પાસેથી સોનાના જુદા-જુદા દાગીના જેનુ કુલ વજન ૨૬,૪૮૦ ગ્રામ કી. રૂા. ૧,૧૯,૪૦૦ તથા ચાંદીના જુદા-જુદા દાગીના જેનું કુલ વજન ૭૪,૨૦૦ ગ્રાહ હોય જેની કિ. રૂા. ૨૧૦૦ તથા મોબાઇલ ફોન -૨ કિ. રૂા. ૧૦૦૦ મળી કુલ રૂ. ૧,૨૨,૫૦૦ ના આધાર પુરાવા વગરના મુદ્દામાલ સાથે પકડી પાડી સી.આર.પી.સી. કલમ ૧૦૨,૪૧(૧) ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી સદર મુદામાલ બાબતે તપાસ કરતા કોડીનાર પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૪૪૨/૨૨ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો.રજી. થયેલ હોય જે ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્‍હો ડીટેકટ કરવામાં આવેલ છે.

(10:54 am IST)