Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાવનગરમાં ટ્રાન્‍સપોર્ટ મારફત મુંબઇથી મંગાવેલ દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સ ઝડપાયા

ભાવનગર,તા. ૧૯ : વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને એલ.સી.બી. પોલીસ સ્‍ટાફ શહેર વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવનગરના રસાલા કેમ્‍પમાં રહેતો મનીષ ઉર્ફે રમેશકુમાર ધામેલીયા અને સિહોરમાં રહેતા કમલેશ ઉર્ફે ભગો રમેશભાઈ સરવૈયાએ મુંબઈથી ટ્રાન્‍સપોર્ટ મારફત ઇંગલિશ દારૂનો મોટો જથ્‍થો મંગાવેલ છે. જે બાતમીના આધારે શહેરના જુના બંદર રોડ પર આવેલ ગુજરાત ટ્રાન્‍સપોર્ટ સર્વિસમાં તપાસ કરતા મનીષ ધામેલીયા અને કમલેશ સરવૈયા ઈંગ્‍લીશ દારૂ ભરેલા પાર્સલો સગેવગે કરવાની તજવીજ કરતા હોય બંનેને ઇંગ્‍લિશ દારૂની એક લીટરની ૨૫૨ બોટલ કિં. રૂ. ૧,૭૨,૬૨૦ સાથે ઝડપી લીધા હતા.

એલ.સી.બી.એ ઇંગ્‍લિશ દારૂનો જથ્‍થો, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. ૧,૮૭,૬૨૦નો મુદ્દામાલ કબજે કરી મનીષ ધામેલીયા, કમલેશ સરવૈયા તેમજ દારૂનો જથ્‍થો સપ્‍લાય કરનાર સુનિલ લક્ષ્મણ પિંજાણી અને ગુલુભાઈ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્‍યો હતો.

(10:58 am IST)