Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાવનગરમાં નંબર પ્‍લેટ વગરની કારમાં દારૂની હેરાફેરી

ભાવનગર,તા.૧૯:  એલ.સી.બી.પોલીસ સ્‍ટાફ નિલમબાગ પોલીસ મથક વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે શાસ્ત્રીનગર,માધવ કોમ્‍પ્‍લેક્‍સવાળા ખાંચામાં ઈંગ્‍લીશ દારૂની હેરફેર કરવા આવેલ શહેરની મિલિટરી સોસાયરીમાં રહેતા રાજદીપસિંહ વનરાજસિંહ ચુડાસમાને નંબર પ્‍લેટ વગરની મારુતિ અલ્‍ટો કારમાં રાખેલ ઈંગ્‍લીશ દારૂની ૬૦ બોટલ સાથે ઝડપી લીધો હતો.

એલ.સી.બી.એ ઈંગ્‍લીશ દારૂ.કાર તેમજ મોબાઈલ મળી કુલ.રૂ.૫૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા શખ્‍સ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.

(12:08 pm IST)