Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાવનગરમાં નવાગામમાં રહેતી પરીણિતાને ત્રાસ

ભાવનગર,તા. ૧૯ : અલંગ તાબેના નવાગામ ( નાના ) ગામમાં માતાની સાથે રહેતા ગીતાબા ધર્મેન્‍દ્રસિંહ ઝાલાએ અલંગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,અમદાવાદના બોડકદેવ વિસ્‍તારમાં રહેતા અને પોલીસ ખાતામાં નોકરી કરતા તેના પતિ ધર્મેન્‍દ્રસિંહ ઝાલાને અન્‍ય કોઈ છોકરી સાથે સંબંધ હોય જેને લઈને તે અવારનવાર ઝઘડા કરી માર મારી ધમકીઓ આપતો હતો તેમજ છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો.

મહિલાના સાસુ શાંતુબા મંગળસિંહ ઝાલા અને સસરા મંગળસિંહ કરણુભા ઝાલા પણ શારીરિક માનસિક ત્રાસ આપતા હોય એક વર્ષ પહેલા તેમના સસરા મંગળસિંહ તેમને પિયરમાં આટો મારવા મૂકી ગયા બાદ આજ સુધી તેડવા આવ્‍યા નથી તેમ જ તેમના દીકરા આર્યરાજને પણ મળવા દેતા ન હોય આખરે ગીતાબાએ તેના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અલંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

(11:06 am IST)