Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પોરબંદરમાં મતદાન માટે અપીલ કરતી જાગૃતિ રેલી નીકળી : ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

પોરબંદર,તા.૧૯: વિધાનસભા સામાન્‍ય ચંૂટણી -૨૦૨૨ અંતર્ગત ગુજરાત  રાજ્‍યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકશાહીના પર્વમાં તમામ મતદારો પોતાના મતદાન અધિકારોનો ઉપયોગ કરીને મતદાન કરે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અને રેલી યોજાઇ હતી. આ રેલીમાં વિવિધ શાળાના ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પોલીસ પરેડ ગ્રાઉન્‍ડથી જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિનામા, નિવાસી અધિક કલેકટર શ્રી એમ.કે. જોશી, નાયબ ચૂંટણી અધિકારીશ્રી હેતલ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કણસાગરા, નાયબ જિલ્લા પોલીસ અધિકારી નિલમ ગૌસ્‍વામી સહિત અધિકારીઓએ મતદાન જાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલી મતદાન જાગૃતિના વિવિધ બેનર્સ તથા સ્‍લોગન પ્રદર્શિત કરીને, મતદાન જાગૃતિના સૂત્રો ઉચ્‍ચારીને શહેરના વિવિધ માર્ગો પર ફર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના સ્‍થળે અવસર લોકશાહીનો સેલ્‍ફી પોઇન્‍ટ ઊભું કરાયું હતું. જેમા અધિકારીઓ, આવે છે. પોરબંદર જિલ્લામાં સમાવિષ્‍ટ ૮૩-પોરબંદર અને ૮૪- કુતિયાણા વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પ્રથમ તબક્કામાં તારીખ ૧.ડિસેમ્‍બરના રોજ યોજનાર છે.

લોકશાહીના આ પર્વમાં જિલ્લામાં નોંધાયેલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી અચૂક મતદાન કરે  તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર અશોક શર્માની ઉપસ્‍થિતિમાં પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે અધિકારીઓએ મતદાન જાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલી મતદાન જાગૃતિના વિવિધ બેનર્સ તથા સ્‍લોગન પ્રદર્શિત કરીને, મતદાન જાગૃતિના સૂત્રો ઉચ્‍ચારીને શહેરના વિવિધ માર્ગો પર ફર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના સ્‍થળે અવસર લોકશાહીનો સેલ્‍ફી પોઇન્‍ટ ઊભું કરાયું હતું. જેમાં અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અવસર લોકશાહીનો સેલ્‍ફી પોઇન્‍ટ સાથે સેલ્‍ફી લીધી હતી.

(11:10 am IST)