Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાજકોટની ૧૬ ચોરીઓ સહિત ર૩ ઘરફોડીનો ભેદ ઉકેલતી જામનગર પોલીસઃ બે બંજારા શખ્‍સો પાસેથી સવા નવ લાખનો મુદામાલ કબ્‍જે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૯ : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટનાઓએ મિલ્‍કત સંબધી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ વણશોધાયેલ મિલ્‍કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ, જે અન્‍વયે એલ.સી.બી.પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો. સબ. ઇન્‍સ. આર. કે.કરમટા તથા પો.સબ. ઇન્‍સ.  એસ.પી. ગોહિલ તથા એલસીબીના માણસો કાર્યરત હતા.

દરમિયાન એલસીબી સટાફના દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા તથા અજયસિંહ ઝાલાનાઓએ હકિકત તેમજ પોકેટ કોપના આધારે જામનગર શહેરમાં ખોડીયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી (૧) અર્જુનભાઇ રાહુલભાઇ ભાટ બંજારા (ર) બાદલભાઇ ઓ. રાહુલભાઇ બાદલભાઇ ભાટ બંજારા રહે. જામનગરનાઓ શંકાસ્‍પદ મો.સા. સાથે મળી આવતા પોકેટ કોપમાં સર્ચ  કરતા કબજામાં હીરો લીવો મો.સા. જી.જે.૧૦. સી.એસ. ર૧૩૦ કિ. રૂા.રપ૦૦૦નું ચોરીનું ગુનામાં ગયેલ મો.સા. હોય જેથી કબ્‍જે કરી મજકુર બંન્‍ને ઇસમોના રહેણાંક મકાને તપાસ કરતા તેમના રહેણાંક મકાનેથી સોના ચાંદીના દાગીના ઘડીયાળ તથા રોકડ રકમ મો.સા. તથા ઘરફોડ કરવાના સાધનો મળી આવતા તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રીકવર કરેલ મુદામાલ

(૧) અલગ અલગ સોનાના દાગીના જેમાં પ્‍લાસ્‍ટીકની ચીપલવાળી બંગડી-૧૧ સહિત કુલ વજન ર૦૪ ગ્રામ ૧૯૦ મીલીગ્રામ કિ. રૂા.પ,૩૩,૦૦૦ (ર) ચાંદીના દાગીના તથા ચાંદીના સિકકા, ગીની, બિસ્‍કીટ, ગ્‍લાસ, ચમચી, વાટકા,  ટ્રે મળી જેનું વજન ૪ કિલો ૯૮૦ ગ્રામ કિ. રૂા.ર,ર૦,૩૦૦ (૩) અલગ અલગ દરની ચલણી નોટો રોકડ રૂપીયા ૮ર૦૦૦, (૪) મો.સા.૦૧ કિ. રૂા.રપ૦૦૦ (પ) ઇમીટેશન જવેલરીના પાટલાઓ, બંગડીઓ, સાકળાઓ, હાર, બુટીઓ (૬)  અલગ અલગ ફોર વ્‍હીલ તથા બાઇક તથા ઘરની ચાવીઓ-૧૦ (૭) મો.ફોન. પ કિ. રૂા.રપ૦૦૦ (૮) અલગ અલગ કંપનીના ઘડીયાળો ર૧ કિ. રૂા.૧૦,પ૦૦ (૯) ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એફઝેડ યામાહા મો.સા. ૧ કિ. રૂા.રપ૦૦૦ (૧૦) નેપાળ, યુ.એસ. તથા ઇગ્‍લેડ દેશના વિદેશચલણ - ૧૯, નોટો (૧૧) હથોડી-૧,  વાદરી પાુન ૧, ડીસમીસ ર, ગણેશીયા ૩, ગ્‍લેન્‍ડ મશીન પાના તથા ઇલેકટ્રીક બોર્ડ ૧ કિ. રૂા.૧૦૦૦ કુલ મુદામાલ ૯,રર,૩૦૦નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

મજકુર આરોપીઓ રાજકોટ શહેરમાં છ માસ  દરમિયાન સંતકબીર, અંકુર મેઇન રોડ, નાના મૌવા, કોઠારીયા સોલવન્‍ટ, હરીદ્વાર સોસાયટી, વિસ્‍તારમાં રાત્રી દરમિયાન ઘરફોડ ૧૬ ચોરીઓ કરેલ હોવાનો એકરાર કરેલ છે.

મજકુર બંન્‍ને આરોપીઓ ઘરફોડ ચોરી કરવામાં તેઓની સાથે હથોડી, વાદરી, પાનુ, ડીસમીસ, લોખંડના ગણેશીયા, ગ્‍લેન્‍ડર મશીન પાના સાથે લઇ ચોરી કરેલ મો.સા. પર જઇ રાત્રી દરમિયાન બંધ રહેણાંક મકાનના નકુચા તાળા તોડી રહેણાંક મકાનમાંથી ઘરફોડ ચોરીઓ કરતા હતા.

આરોપી અર્જુનભાઇ રાહુલભાઇ ભાટ બંજારા નાઓ એક વર્ષ પહેલા ગારીયાધાર તથા લાઠી, માણાવદર તથા આટકોટની ચોરીઓમાં સંડોવાયેલ છે.

ઉપરોકત કામગીરી એલસીબી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીનાઓની સુચના મુજબ તથા પો. સબ. ઇન્‍સ. આર.કે.કરમટા, એસ.પી.ગોહિલનાઓ તથા એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઇ ખફી, શીવભદ્રસિંહજાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી,  નિર્મળસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ડ્રાયવર ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

(1:25 pm IST)