Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાણાવાવનો શખ્‍સ ઓખામાં ધોકા સાથે ઝડપાયો

જામખંભાળિયા તા.૧૯ : પોરબંદર તાલુકાના રાણાવાવના મુળ વતની એવા કિશનભાઇ અવસરભાઇ સોલંકી નામના રર વર્ષના શખસને ઓખા મરીન પોલીસે ડાલ્‍ડા બંદર ચેકપોસ્‍ટ પાસેથી લાકડાના ધોકા સાથે નીકળતા ઝડપી લઇ તેની સામે જીપી એકટની કલમ ૧૩પ (૧) મુજબ કાર્યવાહી કરી હતી.

ભીમરાણાનો યુવાન શંકાસ્‍પદ હાલતમાં ઝડપાયો

ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા જેઠા પરબત વારસાકીયા નામના ૩૩ વર્ષના શખ્‍સને સ્‍થાનિક પોલીસે સુરજકરાડી ખાતે ટોકીઝના પાછળના ભાગેથી મધ્‍યરાત્રીના સમયે દુકાનોના તાળા તપાસતો શંકાસ્‍પદ હાલતમાં ઝડપી લઇ, તેનીસામે જીપી એકટની કલમ ૧રર(સી) મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

(11:39 am IST)