Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કાલાવાડના ખેડૂતનું હાર્ટએટેકથી મૃત્‍યુ

જામનગર, તા.૧૯: રાજકોટના પટેલનગર શેરી નં.પ, મવડી માં રહેતા રાજેશભાઈ પોપટભાઈ જેરામભાઈ કથીરીયા, ઉ.વ.૪ર એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, પોપટભાઈ જેરામભાઈ કથીરીયા, ઉ.વ.૭૦, રે. ચાપરાગામ , રામમંદિર પાસે, કાલાવડવાળા પોતાની વાડીએ ખેતીકામ કરવા ગયેલ હતા અને ખેતીકામ કરતા કરતા હૃદયમા દુઃખાવા લાગતા સાતેક વાગ્‍યાની આસપાસ ઘરે પરત આવી ખાટલા ઉપર બેસતા થઈ જતા સારવારમાં કાલાવડ સરકારી હોસ્‍પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોકટરે તપાસી હાર્ટ એટેક આવતા મૃત્‍યુ પામેલ હોવાનું જાહેર કરેલ છે.

બિમારી સબબ યુવાનનું મોત

લાલપુર તાલુકાના ખડબા ગામે રહેતા મુળુભા કલુભા જાડેજા, ઉ.વ.૮૬ એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, લાલુભાઈ રાઠોડ મારવાડી, ઉ.વ.૧૭ ને તાવ આવતા જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્‍યાન ફરજ પરના ડોકટરએ મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

૬ ચપટા સાથે ઝડપાયો : એક ફરાર

સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહેન્‍દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, શિવમ પેટ્રોલ પંપ પાસે, જામનગરમાં આરોપી હરદીપભાઈ શંકરભાઈ મોરીએ દારૂના ચપટાની શીશીઓ નંગ-૬, કિંમત રૂ.૪ર૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા સપ્‍લાય કરનાર આરોપી નરેન્‍દ્રભાઈ જગદીશભાઈ નાગર ફરાર થઈ ગયેલ છે.

મોટરસાયકલ ચોરી થયાની રાવ

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં મહેશભાઈ કિશોરભાઈ ગજરા, ઉ.વ.૩૮, રે. કિષ્‍ણ કોલોની શેરી નં.૬, કલરવ એપાર્ટમેન્‍ટ ફલેટ નં.૧૦ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મહેશભાઈનું સ્‍પેલન્‍ડર પ્‍લસ કાળા કલરનું મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦-બી.એચ.-૦૬૯૦નું  રણજીતનગર, જુનો હુડકો શાક માર્કેટ પાસે, જામનગરમાં પાર્ક કરેલ હતું કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં આંકડા લખતો ઝડપાયો

લાલપુરમાં પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રગટેશ્‍વર મહાદેવ મંદિરની પાછળ, વડલાના ઝાડ નીચે આરોપી સોથા ઉર્ફે સોથીયો ડોસાભાઈ બોહરીયા એ વરલી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રોકડા રૂપિયા ૪પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:40 am IST)