Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ગોંડલમાં સુખપાલ ૨૧ બોટલ દારૂ સાથે પકડાયો : એલસીબીનો દરોડો

ગોંડલ તા.૨૦: શહેરના સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારના રહેણાક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી એક શખ્‍સને દારૂની બોટલ ૨૧ સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સ્‍ટેશન પ્‍લોટ, જાગૃતી સ્‍કુલની સામેની ગલીમાં સુખપાલ ઉર્ફે સંજુ રવિદત્ત શર્મા ના રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૨૧ કિ.રૂ.૧૨,૬૦૦/- નો જથ્‍થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડા માં એલ.સી.બી, રાજકોટ ગ્રામ્‍ય પોલીસ પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, હેડ કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્રસિંહ રાણા, જયેન્‍દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, અમુભાઇ વિરડા તેમજ રજાકભાઇ બીલખીયા સહિતનાઓ જોડાયા હતાં.

(11:53 am IST)