Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કાલે ધોરાજીની સભામાં મોટી પાનેલી પંથકનાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે

મોટી પાનેલીમાં ગેલેક્‍સી ગૃપના રાજશેભાઇ ભાલોડીયા અને જીવનલાલે ગ્રામજનોને અકમંચ ઉપર બેસાડાયા

મોટી પાનેલી,તા.૧૯  : ઉપલેટા તાલુકામાં કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્‍યા છે પાનેલી જિલ્લા પંચાયત મહિલા સભ્‍ય ના પતિ અને પાટીદાર આગેવાન જતીનભાઈ ભાલોડીયા સાથે મહિલા સરપંચ ન પતિ ચંદુભાઈ જાદવ તેમજ તા.પં.સભ્‍ય સાથે ગ્રામપંચાયત ના તમામ સભ્‍યો સહીત સો જેટલાં કાર્યકર્તા ઓ એ ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ ને મોટો ઝાટકો આપ્‍યો છે. ગેલેક્‍સી ગ્રુપ રાજકોટના રાજેશભાઈ ભાલોડીયા અને જીવનલાલ ની મોટી પાનેલી ગામ પ્રત્‍યેની લાગણી અને મોટી પાનેલીના વતની ભાજપના ઉમેદવાર મહેન્‍દ્રભાઈ પાડલીયાના સમર્થન માટે આજે સમસ્‍ત ગ્રામજનો ને એકતા મંચ તળે સાથે બેસાડી સર્વોને મહેન્‍દ્રભાઈ પાડલીયા તરફી મતદાન કરી વતન મોટી પાનેલીમાં જબરી ઉલટફેર કરવા માંગણી કરેલ, રાજેશભાઈ ની લાગણી ને સમસ્‍ત ગ્રામજનોએ વધાવી એકસાથે મહેન્‍દ્રભાઈ ના સમર્થન માટે હુંકાર ભણી હતી. જાહેર મિટિંગ માં બહોળી સંખ્‍યામાં તમામ સમાજના લોકોએ હાજર રહી રાજેશભાઈ ની વાતને વધાવી લીધી હતી.સાથેજ મહેન્‍દ્રભાઈ એ મોટી પાનેલી જિલ્લા પંચાયત સીટના મહિલા સભ્‍યના પતિ જતીનભાઈ ભાલોડીયા મહિલા  સરપંચ ના પતિ ચંદુભાઈ જાદવ તાલુકા પંચાયત સભ્‍ય મનોજભાઈ પૂર્વ સરપંચ મનુભાઈ ગ્રામપંચાયતના તમામ સભ્‍યો સહીત લગભગ સો જેટલાં કાર્યકર્તા ઓ એ ભાજપને સમર્થને જાહેર કરતા તમામ કાર્યકર્તા ઓ ને વધાવી આભાર વ્‍યક્‍ત કરી આગામી વિસ તારીખે ધોરાજીની જાહેર સભામાં કેસરિયો ધારણ કરવાની સ્‍પષ્ટ જાહેરાત કરેલ છે. આમ પોતાના વતન પાનેલીમાં પાડલીયાને જબરૂ સમર્થન મળતા કોંગ્રેસના ગઢમાં મોટુ ગાબડું પડતા વસોયા માટે કપરા ચઢાણ સાબિત  થાય તેવું નક્કી છે.પાનેલીમાં અંદાજે આઠ થી નવ હજારનું વોટિંગ હોય અને પાનેલી જિલ્લા પંચાયત નીચે બાર થી ચૌદ જેટલાં ગામ આવતા હોય જી.પં.સભ્‍ય ના પતિ એ કેસરિયો કરતા તમામ ગામના આની અસર પડી શકે જે કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થાશે.

(1:25 pm IST)