Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મારીજુઆના, ચરસ, મેફેડ્રોન ડ્રગ્‍સના જથ્‍થા સાથે કચ્‍છમાં ૩ શખ્‍સો પકડાયા

ભુજ તા. ૧૯ : શેખપીર ત્રણ રસ્‍તા જાહેર હાઇવે રોડથી મજકુર આરોપીઓ (૧) મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા (બકાલી) ઉ.વ.૩૭, રહે. દાદુપીર હાઇવે રોડથી બહાર, ભુજ (ર) આસીફ કાસમ સમેજા, ઉ.વ.૨૭, રહે. મેન્‍ટલ હોસ્‍પિટલની બાજુમાં, ભુજ (૩) દિનેશ લવકુમાર તિવારી, ઉ.વ.૩૭, રહે. ભુજીયા તળેટી, કેમ્‍પ, ભુજવાળાઓના કબ્‍જાની સ્‍વીફટ કાર જીજે૧૨એફસી-૪૭૦૦ માં ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરફેર કરી માદક પદાર્થ મારીજુઆના / હસીસ / ચરસ જેનું વજન ૯૬.૧ ગ્રામ કિ.રૂા. ૯૬,૧૦૦ તથા મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્‍સ જેનું વજન ૦.૭ ગ્રામ કિં.રૂા. ૭૦૦૦નો નાર્કોટીકસનો મુદ્દામાલ ઝડપી પાડી ઉપરોકત ઇસમો વિરૂધ્‍ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ પધ્‍ધર પોલીસ સ્‍ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ભોલા તથા એ.એસ.આઇ. ઘનશ્‍યામસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ, દિનેશ ગઢવી તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, નરેન્‍દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવી તથા મહિપતસિંહ સોલંકીનાઓએ કરેલ છે.

આરોપી મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા (બકાલી) વિરૂધ્‍ધ જુ શહેર એ-ડીવીઝન પો.સ્‍ટે.માં હત્‍યાનો પ્રયાસ તથા એલ.સી.બી.માં આર્મ્‍સ એકટ તથા ભુજ શહેર બી-ડીવીઝન પો.સ્‍ટે.માં ગોલ્‍ડ ચીટીંગ તથા મારામારીના બે ગુનાઓ નોંધાયેલ છે. બાકીના બે આરોપીઓનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.

(12:05 pm IST)