Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મોરબીમાં ત્રણ વર્ષની માસુમ બાળાને હવસનો શિકાર બનાવી દુષ્‍કર્મ આચરવા અંગે પકડાયેલ આરોપીને ૨૦ વર્ષની સજા

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.૧૯ : શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં ત્રણ વર્ષની માસૂમને હવસનો શિકાર બનાવી દુષ્‍કર્મ આચરનાર ઈસમ વિરૂધ્‍ધ મોરબીની સ્‍પેશ્‍યલ પોક્‍સો જજની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી નરાધમને ૨૦ વર્ષની સખ્‍ત કેદની સજા સાથે ૨૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનાર બાળકીને રૂ ૪ લાખ તેમજ ગુનેગાર દંડની રકમ ભરે તે સહીત ૪.૨૦ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે

આ  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી ઘર પાસે રમતી હોય ત્‍યારે પાડોશમાં રહેતા આરોપી રમેશ બાબુભાઈ કોળી નામના ઇસમેં બાળકી સાથે છેડછાડ કરી દુષ્‍કર્મ આચર્યું હતું જેથી બાળકીના ગુપ્ત ભાગે લોહી નીકળતા બાળકી રડતી રડતી ઘરે જતા સમગ્ર મામલે ભાંડો ફૂટયો હતો અને બનાવને પગલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપી રમેશ બાબુભાઈ માનેવાણીયા નામના ઈસમને ઝડપી લીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી

 જે દુષ્‍કર્મ અને પોક્‍સો એક્‍ટ મુજબનો કેસ આજે સ્‍પેશ્‍યલ પોક્‍સો જજ ડી પી મહીડાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજુ કરેલ ૧૮ મૌખિક પુરાવા અને ૨૬ દસ્‍તાવેજી પુરાવાને ધ્‍યાને લઈને સ્‍પેશ્‍યલ પોક્‍સો કોર્ટે આરોપી રમેશ બાબુભાઈ માનેવાણીયાને કસુરવાન ઠેરવ્‍યો હતો અને માસૂમ બાળકી સાથે હેવાનિયત આચરનારને કોર્ટે ૨૦ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ નો દંડ ભરવા હુકમ કર્યો હતો અને ગુનેગાર જો દંડની રકમ ના ભરે તો વધુ ૧ વર્ષની સખ્‍ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે સાથે જ ભોગ બનનારને રૂ ૪ લાખ તેમજ ૨૦,૦૦૦ આરોપી દંડ ભરે તે સહીત કુલ રૂ ૪.૨૦ લાખનું વળતર ચુકવવા અને દંડ ન ભરે તો રૂ ૪ લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્‍યો છે.

(1:18 pm IST)