Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પોરબંદર-મુંબઇ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એકસપ્રેસ હાલ પુરતુ મુંબઇ સેન્‍ટ્રલને બદલે દાદર સુધી દોડશે

પોરબંદર તા.૧૯ : પોરબંદર-મુંબઇ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એકસપ્રેસ આગામી આદેશ સુધી પરિવર્તિત સમય સાથે મુંબઇ સેન્‍ટ્રલને બદલે દાદર સ્‍ટેશન સુધી જશે.

પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ સ્‍ટેશન પર પિટ લાઇનના કામને કારણે ભાવનગર રેલવે ડીવીઝનની પોરબંદર-મુંબઇ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એકસપ્રેસ ટ્રેન (૧૯૦૧૬) ૧૯-૧૧-ર૦રરથી પરિવર્તિત સમય સાથે પોરબંદરથી દાદર સ્‍ટેશન સુધી દોડશે અને આગામી આદેશો સુધી મુંબઇ સેન્‍ટ્રલ પર જશે નહી.

તેવી જ રીતે મુંબઇ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એકસપ્રેસ ટ્રેન (૧૯૦૧પ) ર૧-૧૧-ર૦રરથી આગામી આદેશો સુધી દાદર સ્‍ટેશનથી પોરબંદર સ્‍ટેશન સુધી ચાલશે. મુંબઇ સેન્‍ટ્રલને બદલે દાદર સ્‍ટેશનથી ઉપડશે.

ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર - મુંબઇ સેન્‍ટ્રલ  સૌરાષ્‍ટ્ર એકસપ્રેસ ૧૯-૧૧-ર૦રર થી દરરોજ રર.૪૦ કલાકે પોરબંદરથી ઉપડશે અને બીજા દિવસે ૧૯.૦પ કલાકે દાદર સ્‍ટેશન પહોંચશે પોરબંદરથી વાસંદ જંકશન સ્‍ટેશન સુધી  ટ્રેનના આગમન અને ઉપાડવાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. વડોદરા અને દાદર વચ્‍ચેનો સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

ટ્રેન નંબર ૧૯૦૧પ મુંબઇ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર એકસપ્રેસ ર૧-૧૧-ર૦રર થી દરરોજ ૯.૩૦ કલાકેદાદર સ્‍ટેશનથી ઉપડશે અને બીજા દિવસે પ.૩૦ કલાકે પોરબંદર પહોંચશે તે સિવાય કોઇ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આ ટ્રેન ઓપરેટીંગ સમય, સ્‍ટોપેજ અને સ્‍ટ્રકચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www. enquiry.indianrail.gov.in પર જઇ શકે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(1:06 pm IST)