Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

માળીયા હાટીનાના મર્ડરના ગુન્હામાં દસ વર્ષથી નાસતા ફરતા : આરોપીને સોમનાથ મંદિર પાસેથી પકડી પાડતી જૂનાગઢ સ્કવોડ

જૂનાગઢ, તા.૧૯: પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરનાઓની સુચના અનુસાર રાજયમા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન પર મુકત ફરાર તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૃ સમગ્ર રાજ્યમા વધુમા વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધીક્ષક   રવીતેજા વાસમશેટ્ટીની સુચના હેઠળ જીલ્લામાં આગામી સમયમાં વિધાન સભાની ચૂંટણી આવતી હોય જિલ્લા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૃ ગુન્હા ના કામે ના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપી ઓ ને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લોસ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૃરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ  જે.એચ. સિંધવ સાહેબ  જે.જે. ગઢવીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લૉસ્કોડ ના પી.એસ.આઈ વી. કે.ઉંજીયાએ એસ આઈ ઉમેશભાઈ વેગડા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા પો કોન્સ દિનેશભાઇ છૈયા પો કોન્સ જયેશભાઈ બામણીયા એ રીતે નાઓની ટીમ દ્વારા સોમનાથ મંદિર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા ત્યારે હકિકત મળેલ કે માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ગુ.ર.નં ૩૮/૨૦૧૨ ત્ભ્ઘ્ ૩૦૨ મુજબના ગુન્હામા દસ વર્ષથી નાસતો ફરતો આરોપી ભરતનાથ બાબુનાથ આયપંથી બાવાજી ઉ.વ ૪૭ રહે.અમરાપુર-ગીર, વાળો અલગ અલગ જિલ્લામા સાધુ વેશમા રખડતો ભટકતો હોય અને હાલ સોમનાથ મંદિર પાસે આટા ફેરા મારે છે તેવી હકીકત મળતા તપાસમા રહેતાં મજકુર આરોપી ત્યાથી મળી આવતા હસ્તગત કરી કાર્યવાહી કરવા સારૃ માળીયા હાટીના પોસ્ટે. ખાતે સોપી આપવામા આવેલ છે.(

(1:27 pm IST)