Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દુધાળા-શાખપુરમાં દારૂની હેરાફેરી

અમરેલી : લાઠી પો.સ્‍ટે. વિસ્‍તારના બાઇ દુધાળા ગામના બસ સ્‍ટેન્‍ડ પાસેથી એક ઇમસને ફોર વ્‍હીલ કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા તેમજ દામનગર પો.સ્‍ટે. ના શાખપુર ગામેથી કિશન સુરેશભાઇ દવે (ઉવ.૨૮) રહે. મોટા લીલીયા ગામોટી શેરીને વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૭૬, કિ.રૂા. ૨૮,૫૦૦ તથા વોકસ વેગન ફોર વ્‍હીલ કાર જીજે-૫-સીકયુ-૨૪૦૩ કિ. રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૩,૨૮,૫૦૦નો મુદ્દામાલ સાથે તેમજ ઇસુબ ઉર્ફે મુન્‍નો હસનભાઇ સૈયદ (ઉવ.૩૭) રહે શાખપુર, સુતારશેરી તા. લાઠી, વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૭૫ કિ. રૂા. ૨૮,૧૨૫ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ મહેશભાઇ સરવૈયા, ઘનશ્‍યામભાઇ મકવાણા, હેડ કોન્‍સ. અજયભાઇ સોલંકી, પો.કોન્‍સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

(1:29 pm IST)