Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સાવરકુંડલાનો શિક્ષિત યુવાન ઓનલાઇન બાઇક બુક કરવા જતા છેતરપીંડી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૯ :.. ઓન લાઇન ખરીદીનું ચલણ વધ્યા બાદ ઠગાઇ કરવાના કિસ્સા પણ અવાર નવાર સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ સાવરકુંડલાના શિક્ષીત યુવાનને ઓલા કંપનીનું ઇ-બાઇક ખરીદવુ હોય ઓનલાઇન સર્ચ કરતા એક વેબસાઇડ મળેલી જે વેબ સાઇડમાં ઓલા કંપનીનું ઇ-બાઇક બુક કરવા માટેની પ્રોસેસ જણાવવામાં આવી હતી. અને બુક કરતી વખતે ડીપોઝીટ પેટે રૃા. ૮૦,૦૦૦ રૃા. ૪૦,૦૦૦, રૃા. ૧૦,૦૦૦ અને રૃપીયા ૪૯૯, એમ ચાર વિકલ્પો આપી રકમ ડીપોઝીટ કરવાનું કહેવાયુ હતું.

જેથી આ યુવાને રૃા. ૪૯૯ ઓનલાઇન આવેલા યુ. પી. આઇ. કોડમાં  કરી દીધા હતા બાદમાં કંપનીનાં આપેલા નંબર ઉપર થી એક વખત આપનું બાઇક બુક થઇ ગયાનો જવાબ મળેલો ત્યારબાદ તે મોબાઇલ નં. સતત સ્વીચ ઓફ આવી રહ્યો હોય યુવાને અન્ય બાઇક ખરીદનારા પાસેથી સલાહ લેતા પોતે છેતરાયો હોવાનું માલુમ પડયુ હતું.

જો કે નાની રકમમાં જ મોટો સબક શિખવા મળ્યો હોય યુવાનનાં મિત્રોએ છેતરાઇ જનાર યુવાનને વસવસો કે પસ્તાવો કરવા નાં બદલે  ખુશ થવાની સલાહ આપી છે કે આ તો નાની રકમમાં જ પુરુ થયું છે. વિશ્વાસે આવીને ૮૦,૦૦૦ કે ૪૦,૦૦૦ ડીપોઝીટ કર્યા હોત તો ? તે પણ જાત જ ને...? જો કે યુવાને અન્ય યુવાનો આવી રીતે છેતરપીંડીનો ભોગ ન બને તે માટે સાધવ  રહેવા અપીલ કરી છે.

(1:09 pm IST)