Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મોરબી-માળિયા બેઠક પર કોના વચ્ચે જામશે ચુંટણી જંગ, ૧૭ ઉમેદવારો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૯ : ૬૫ મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરી ચકાસણી અને ફોર્મ પરત ખેંચવા સહિતની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે જેમાં મોરબી બેઠક પર ૧૭ મુરતિયાઓ મેદાનમાં છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તેમજ ૧૩ અપક્ષ ઉમેદવારો મેદાનમાં જોવા મળે છે.  જેની યાદી નીચે મુજબ છે.

૧. કાસમ હાજીભાઇ સુમરા  (બહુજન સમાજ પાર્ટી) ૨. કાંતિલાલ શિવલાલ અમૃતિયા (ભારતીય જનતા પાર્ટી) ૩. પંકજ કાંતિલાલ રાણસરીયા (આમ આદમી પાર્ટી) ૪. અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયા (અપક્ષ) ૫. જયંતીલાલ જેરાજભાઈ પટેલ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) ૬. નિરૃપાબેન નટવરલાલ માધુ (અપક્ષ) ૭. મહેશભાઈ ધનજીભાઈ જાદવ (અપક્ષ) ૮. ગોપાલ વિનુભાઈ સીતાપરા (અપક્ષ) ૯. બળવંતભાઈ નથુભાઈ શેખવા (અપક્ષ) ૧૦. હસન અલુભાઈ મોવર (અપક્ષ) ૧૧. સિરાજ અમીરઅલી પોપટિયા (અપક્ષ) ૧૨. અકબર હુશેન જેડા (અપક્ષ) ૧૩. આરીફ મહમદહુશેન ખોરમ (અપક્ષ) ૧૪. દાઉદશા રહેમાનશા શાહમદાર (અપક્ષ) ૧૫. વિવેક જયંતીલાલ મીરાણી (અપક્ષ) ૧૬. ગુલામહુશેન હનીફભાઈ મોવર (અપક્ષ) ૧૭. ઇકબાલ હુશેનભાઈ કટિયા (અપક્ષ)

(1:24 pm IST)