Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમરેલીમાં નરેન્‍દ્રભાઇની સભા માટે ચુસ્‍ત બંદોબસ્‍ત

આઇજી, ડીઆઇજી, ૪ એસપી, ૧૨ ડીવાયએસપી સહિતની ટીમ તૈનાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ : અમરેલીમાં કાલે તા. ૨૦ રવિવારના ફોરવર્ડ હાઇસ્‍કુલના મેદાનમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સભા હોવાથી જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

જેમાં એરોડ્રામથી લઇને સભાસ્‍થળ સુધી અને મુખ્‍યમાર્ગો ઉપર પોલીસનો બંદોબસ્‍ત ગોઠવાયો છે. ૧ આઇજી, ૧ ડીઆઇજી, ૪ એસપી, ૧૨ ડીવાયએસપી, ૨૧ પીઆઇ, ૫૧ પીએસઆઇ, ૧૦૪૩ પોલીસ, ૨૫૦ હોમગાર્ડ, અન્‍ય સુરક્ષા દળ ૧૫૦, ૮ ઘોડેસ્‍વાર, ૨૦ વિડીયોગ્રાફર, ૪ ક્રેન, પ્રેસ મીડિયા કારનો કાફલો તૈનાત કરવામાં આવેલ છે. વડાપ્રધાનશ્રીની સભા માટે પોલીસને આજથી પોતાની ફરજ સોંપવામાં આવી છે અને અમરેલીના ચિતલ રોડ, લાઠી રોડ, સર્કિટ હાઉસ, એરોડ્રામ સહિતના વિસ્‍તારોમાં પોલીસ ગોઠવાઇ ગઇ છે.

(1:11 pm IST)