Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

શીલ વંથલીના દારૃના ગુન્હામાં સામેલ જૂનાગઢનો શખ્સ ઝબ્બે

જૂનાગઢ,તા. ૧૯ : ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ. જે.એચ.સિંધવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા પો.સ્ટાફના માણસો પ્રયત્નશીલ હોય, દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ. જે.જે.ગઢવી તથા પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, તથા કરશનભાઇ કરમટાને હકિકત મળેલ કે વંથલી પો.સ્ટે. -૩ તથા શીલ પો.સ્ટે. -૧ મળી કુલ -૪ પ્રોહીબીશનના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી અમીન અલ્લારખાભાઇ સેતા ગામેતી (ઉવ.૩૬) રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સંજયનગર, દરગાહ પાસે વાળો હાલ જૂનાગઢ તાલુકાના ચોરી ગામે હોવાની હકિકત આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા હસ્તગત કરી વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૧૦૩૭૦/૨૦૨૧ પ્રોહી ક.૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામેની આગળની કાર્યવાહી અર્થે વંથલી પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર જે.એચ.સિધવ તથા પો.સબ. ઇન્સ. જે.જે.ગઢવી તથા પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા કરશનભાઇ કરમટા તથા નાસતા ફરતા સ્કવોર્ડના પો.હેડ કોન્સ. ભરતભાઇ ખાંભલા, રવિન્દ્રભાઇ વાંક વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(1:29 pm IST)