Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જુનાગઢ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ મતદારોનું સર્વાધિક પ્રભુત્વ

ર૦૧૭માં કોંગ્રેસના ભીખાભાઇ જોશીનો વિજય થયેલ આ વખતે કોનો વિજય ? : કુલ ૯ ઉમેદવારો મેદાનમાં કોની થશે પસંદગી ?

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : જુનાગઢ વિધાનસભા બેઠકની ચુંટણીમાં ૯ ઉમેદવારો મેદાનમાં છે. વિજય માટે જ્ઞાતિ મતદારોનું સર્વાધિક પ્રભુત્વ મહત્વનો ભાગ ભજવશે.

આ વખતે ભાજપે જુનાગઢ બેઠક સર કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીની સામે નવો ચહેરો સંજયભાઇ કોરડીયાને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાભાઇને કોંગ્રેસે રીપીટ કરીને જુનાગઢ બેઠક જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.

આમ આદમી પાર્ટીમાંથી ચેતન ગજેરા સહિત અન્ય મળી કુલ ૯ ઉમેદવારો વચ્ચે જુનાગઢ બેઠક પર ચુંટણી જંગ મંડાયો છે.

જુનાગઢ બેઠક હેઠળ ૧,૪૭,૯૦ર પુરૃષ તથા ૧,૩૯,૭પ૧ સ્ત્રી મળી કુલ ર,૮૭,૬૬૮ મતદારો છે. જેમાં જ્ઞાતિ આધારીત મતદારોને ધ્યાને લેવામાં આવે તો ૪પ હજારની લઘુમતી મતદારો ૩પ હજાર પાટીદાર અને એટલા જ ૩પ હજાર ભુદેવ મતદારો છે.

ઉપરાંત ૩૦ હજાર દલિત મતદાતાઓ અને ૧પ-૧પ હજાર લોહણા તેમજ પ્રજાપતિ મતદારો છે.

આ વખતે ભાજપ કડવા પાટીદાર સંજયભાઇ કોરડીયાને તથા કોંગ્રેસે બ્રાહ્મણ ઉમેદવાર ભીખાભાઇ જોશી અને આપમાં લેઉવા પટેલ ચેતન ગજેરાને ટિકીટ આપતા ચુંટણીમાં તીવ્ર રસાકસી થવાની સંભાવના છે.

અત્યાર સુધી જુનાગઢ બેઠક પરથી લોહાણા સમાજના પ્રમુખ અને સેવાભાવી મહેન્દ્રભાઇ મશરૃ  જીતના આભા હતું. પરંતુ ર૦૧૭મા બ્રાહ્મણ ઉમેદવાર ભીખાભાઇ જોશી ૭૬૮પ૦ મતથી વિજય થયેલ. ભીખાભાઇના વિજયનાં ગામડાઓના મતની લીડે અગ્ર ભાગ ભજવ્યો હતો. આ વખતે મતદારો કયાં ઉમેદવારની પસંદગીકરે છે તે જોવાનું રહયું છે.

(1:22 pm IST)