Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીનો ચમકારો યથાવત

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચછમાં હવે ધીમે ધીમે ઠંડકનો અનુભવ વધવા લાગ્‍યો છે. મોડી રાત્રીના  અને વહેલી સવારના સમયે ઠંડક સાથે શિયાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

જુનાગઢ

જુનાગઢ : તાપમાનનો પારો ગગડતા આજે વહેલી સવારે સોરઠમાં ઠંડીનો ચમકારો રહયો હતો. છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો થઇ રહયો હોવાથી આજે જુનાગઢનું લઘુતમ તાપમાન ઘટીને ૧૩.ર ડીગ્રી નોંધાયુ હતુ. સવારના વાતાવરણમાં પ્રમાણમાં ૬૩. ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૩ કિ.મી.ની. રહી હતી.

જુનાગઢ સહિતના વિસ્‍તારોમાં આજે સવારે ઠંડીનો દોર રહેતા મોર્નીગ વોકમાં નીકળેલા લોકો સહિતનાઓ ઉની વષાોમાં જોવા મળ્‍યા હતા.

કયા કેટલી ઠંડી

અમદાવાદ   ૧૪.પ

અમરેલી     ૧૪.૪

બરોડા        ૧૪.૪

ભાવનગર    ૧૬.૬

ભુજ          ૧૯.૦

દમણ        ૧૯.૬

ડીસા         ૧૬.૦

દીવ          ૧૮.૩

દ્વારકા        રર.૩

ગાંધીનગર   ૧૩.ર

કંડલા        ૧૮.૮

નલીયા      ૧૬.૪

ઓખા        ર૪.૪

પોરબંદર     ૧૮.૪

રાજકોટ      ૧૬.૭

સુરત        ર૦.૬

વેરાવળ      ૧૯.૬

 

(1:46 pm IST)