Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ચુંટણીના માહોલ વચ્ચે કચ્છમાં રાજકીય અગ્રણીના ઘેરથી ૧૮ લાખની રોકડ ઝડપાઈ હોવાની ચર્ચા

ફ્લાઈંગ સ્કવોડે ઘેર ઝડતી કરી ત્યારે રોકડ રકમ લઈ કારમાં જતાં ૪ જણ પાસેથી રકમ ઝડપાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : ચુંટણી દરમ્યાન રોકડ રકમની હેરફેર સામે ચુંટણી પાંચ દ્વારા તપાસના આદેશો સાથે ફલાઈંગ સ્કવોડ માટે અપાયેલી સૂચના બાદ કચ્છમાં સર્વેલન્સ ચાલુ થઈ ગયું છે. દરમ્યાન પૂર્વ કચ્છ પંથકના રાજકીય અગ્રણી અને તાલુકા કક્ષાના નેતા રહી ચૂકેલા રાજકીય આગેવાનને ઘેર આદિપુરમાં ફલાઇંગ સકવોડ દ્વારા પૂર્વ બાતમીના આધારે તપાસ શરૂ કરાઈ હતી. ગઇકાલે હાથ ધરાયેલ આ કાર્યવાહી દરમ્યાન પોલીસ સાથે પહોંચનાર ફ્લાઇંગ સ્કવોડને ઘેર પ્રવેશવાની આનાકાની વચ્ચે ૪ જણા કારમાં બેસી થયા હતા તેમની અંગ ઝડતી લેતાં ૧૮ લાખ જેટલી રોકડ રકમ મળી આવી હોવાની ચર્ચા છે. આ રકમ મુદ્દે કરાયેલ કાર્યવાહી સંદર્ભે હજી સુધી તંત્ર દ્વારા સત્તાવાર માહિતી અપાઈ નથી.

(3:23 pm IST)