Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સોમવારે અમિતભાઈ કચ્છમાં: ભુજમાં જાહેરસભા સંબોધશે

ચુંટણી જંગના ચાલતા ગણિત વચ્ચે દિગ્ગજ નેતા અમિતભાઈ શાહનો કચ્છ પ્રવાસ સૂચક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯

કચ્છમાં ચુંટણી માહોલ ગરમાટો પકડી રહ્યો છે. ભાજપના એક પછી એક સ્ટાર પ્રચારકો ઝંઝાવાતી પ્રચાર સાથે આખું કચ્છ ધમરોળી રહ્યા છે. ત્યારે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિતભાઈ શાહ સોમવારે કચ્છ આવી રહ્યા છે. ભુજમાં સાંજે ૫/૩૦ કલાકે અમિતભાઈ જાહેરસભા સંબોધશે. કચ્છની ૬ બેઠકો ઉપર ચુંટણી જંગના ચાલતા ગણિત વચ્ચે અમિતભાઈનો કચ્છ પ્રવાસ સૂચક મનાઈ રહ્યો છે.

 

(4:39 pm IST)