Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડાપ્રધાન મોદી વધુ એક વખત ભાવનગરમાં :તા.23 એ મોદીની જંગી જાહેર સભા

 ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આ જાહેર સભા યોજાશે

ભાવનગર : ભાવનગરમાં વિધાનસભા ચૂંટણીનું  એક  ડિસેમ્બરે મતદાન છે. ત્યારે વડાપ્રધાન મોદી વધુ એક વખત ભાવનગરમાં આવી રહ્યા છે .આગામી 23મીએ તેઓ ભાવનગરમાં ચૂંટણી પ્રચાર માટે જંગી જાહેર સભા કરશે. ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આ જાહેર સભા યોજાશે.
ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવાનો છે ત્યારે ભાજપે કાર્પેટ બોમ્બ પદ્ધતિથી પ્રચાર પ્રસાર ગોઠવ્યો છે જેમાં સ્ટાર પ્રચારકો ઉપરાંત પ્રદેશ અને સ્થાનિક નેતાઓ પ્રચારમાં ઉતરી પડી વિપક્ષોની છાવણીમાં સોંપો પાડી દેશે.! જરૂર પડે ત્યાં વડાપ્રધાન મોદી પણ સભા કરશે. શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠક મત વિસ્તારમાં પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણેય વિધાનસભાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં બુધવાર તા.23 નવેમ્બરે નરેન્દ્રભાઈ જંગી જાહેર સભા કરશે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા ખાતે સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેર સભા કરશે.
ઉલ્લેખનીય છે કે થોડા જ સમયમાં વડાપ્રધાન મોદી ત્રીજી વખત ભાવનગરમાં આવી રહ્યા છે

(6:34 pm IST)