Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમરેલીમાં પીએમ મોદીના આગમન પહેલાં પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ:કોંગ્રેસના 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

અમરેલી તાલુકા સહકારી સંઘના ચેરમેન અને પીઢ કોંગ્રેસી આગેવાન સ્વ. મોહનભાઇ નાકરાણીના પુત્ર જયેશ નાકરાણીએ ભાજપનો ખેસ પહેર્યો: ચિતલ, રાંઢીયા, રંગપુર અને અમરેલી શહેરના અનેક કોંગી કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો

અમરેલીમાં મોદીના આગમન પહેલાં જીલ્લા ભાજપએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે, કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીના ગઢમાં મોટુ ગાબડુ પાડ્યું છે. દિલીપભાઈ  સંઘાણી અને પી.પી.સોજીત્રાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. અમરેલી વિધાનસભા બેઠકના કોંગ્રેસના અનેક આગેવાનો સહિત 400થી વધુ મુખ્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ધારણ કર્યો છે. અમરેલી તાલુકા સહકારી સંઘના ચેરમેન અને પીઢ કોંગ્રેસી આગેવાન સ્વ. મોહનભાઇ નાકરાણીના પુત્ર જયેશ નાકરાણીએ ભાજપનો ખેસ પહેર્યો છે.

અમરેલીના ચિતલ, રાંઢીયા, રંગપુર અને અમરેલી શહેરના અનેક કોંગી કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. અમરેલીની એક હોટલમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઈફ્કો ચેરમેન દીલીપભાઈ સંધાણી, ભરતભાઈ  બોઘરા, કૌશિક વેકરીયાએ તમામ કોંગી આગેવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવી બીજેપીમાં આવકાર્યા હતા.

(12:14 am IST)