Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વાયરલ વીડિયો પોલીસ કર્મીઓને ભારે પડયો : યુનિફોર્મ સાથે કારમાં ફિલ્મી ગીત ઉપર ઝૂમતા ગાંધીધામના ૩ પોલીસ કર્મી સસ્પેન્ડ

બનાસકાંઠામાં ફરજ બજાવતા અન્ય એક પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા અંગે પૂર્વ કચ્છ એસપીએ લખ્યો પત્ર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ :  ફિલ્મી ગીત ઉપર યુનિફોર્મમાં ઝૂમતો વાયરલ થયેલો વીડિયો પોલીસ કર્મીઓને ભારે પડ્યો હતો. (અકિલા, આ વાયરલ વીડિયોનું સમર્થન કરતું નથી). વીડિયો વાયરલ થવાને પગલે પૂર્વ કચ્છ પોલીસના ૩ અને બનાસકાંઠામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી સામે પૂર્વ કચ્છ એસપી દ્વારા ખાતાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ અંગે પૂર્વ કચ્છ એસપી દ્વારા અખબારી યાદી જાહેર કરાઈ છે. જે અખબારી યાદી અનુસાર સોશીયલ મિડીયા તથા ખાનગી ન્યુઝ ચેનલોમાં ૪ (ચાર) જેટલા પોલીસ કર્મચારીઓનો ગાડીમાં ગીત ઉપર ઝુમતાનો વિડીયો વાય૨લ થયેલ જે વિડીયો જોતાં વાય૨લ વિડીયોમાં દેખાતા ચારેય પોલીસ કર્મચારીઓ જેઓ કોઇ ફોર વ્હીલર વાહનમાં યુનીફોર્મ પહેરેલ હોઇ અને પોતાની ફરજ ઉપર હોય તેવું જણાયેલ અને તેઓ ગાડીમાં વાગતા ગીતો ઉપર ચાલુ ગાડીને ઝુમતા હોઇ અને ગીતો ગાતા હોઇ અને તેઓ તમામે ટ્રાફિકના નિયમની પણ અવગણના કરેલ હોઈ અને પોલીસ વિભાગ જેવા શિસ્તબઘ્ધ વિભાગને ન શોભે તેવુ અને સમાજમાં પોલીસની છબી ખરડાય તેવુ અશોભનીય વર્તન કરેલ હોઇ જે અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રીનાઓએ તેઓ વિરૂધ્ધ તાત્કાલીક અસરથી ખાતાકીય રાહે પગલા ભરી જે ચાર પોલીસ કર્મચારીઓ પૈકી અત્રેના જિલ્લામાં ગાંધીધામ 'એ' ડિવીઝન પો.સ્ટે.માં ફરજ બજાવતાં (૧) જગદીશ ખેતાભાઇ સોલંકી (૨) હરેશ ઇશ્વરભાઇ ચૌધરી (૩) ૨ાજા મહેન્દ્રકુમાર હિરાગર ત્રણ પોલીસ કર્મચારીઓને જ મોકૂફ હેઠળ મુકેલ છે અને ઉપરોકત વિડીયોમાં દેખાતા અન્ય એક પોલીસ કર્મચારી જેઓ અત્રેના જિલ્લેથી બદલી પામી બનાસકાંઠા જિલ્લામાં ફ૨જ બજાવતાં હોઇ તેઓ વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવા સારૂ સબંધિત જિલ્લાને જાણ કરવામાં આવેલ છે.

(10:10 am IST)