Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કચ્છના કાળો ડુંગર અને ધોળાવીરાના રણની ધરતી ૩.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી

લોકો ઘર બહાર દોડ્યા, ભૂકંપની ૨૧ મી વરસી પૂર્વે આંચકાથી ગભરાટ : જૂની ફોલ્ટ લાઈન સતત સક્રિય રહેતા લોકોમાં ભય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:: કચ્છની ધરતી હજીયે ભૂકંપના આંચકાથી અવારનવાર ધણધણી રહી છે. ગઇકાલે રાત્રે ૯.૪૩ વાગ્યે ૩.૮ ના આંચકાએ કચ્છના રણકાંધીના ગામોને ધણધણાવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરા નજીક ૧૬ કીમી ના અંતરે નોંધાયું હતું. ભૂકંપની અસર કચ્છના મોટા રણના વિસ્તાર કાળો ડુંગરના ખાવડાથી છેક ખડીર ના ધોળાવીરા વિસ્તાર સુધી અનુભવાઈ હતી. આંચકાની તીવ્રતા ને પગલે લોકો ઘર બહાર દોડી ગયા હતા. જોકે, કોઈ પણ પ્રકારની નુકસાની કે જાનહાનિ ના અહેવાલ નથી. 

   પણ, ભૂકંપની ૨૧ મી વરસી પૂર્વે જૂની ફોલ્ટ લાઈન સતત સક્રિય રહેતા લોકોમાં ભયની લાગણી અનુભવાઈ રહી છે.

(9:42 am IST)