Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

યાત્રાધામ વીરપુર ગ્રામપંચાયત સરપંચ અને ઉપસરપંચ પદનો ચાર્જ સંભાળતા દંપતિ

આઝાદી પછી પ્રથમ વખત વીરપુર ગ્રામપંચાયતમાં પતિ સરપંચ અને પત્નિ ઉપસરપંચ તરીકે નિયુકત

 

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ), તા.૨૦: સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર ગ્રામપંચાયત જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે વીરપુર ગામમાં કુલ ૯૮૪૮ મતદારો છે વીરપુર ગ્રામ પંચાયતની ચૂંટણી ગત ૧૯ ડિસેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં ૬૫૭૪ મતદારોએ મતદાન કર્યું હતું,વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ જામ્યો હતો જેમાં વીરપુર ગામના કુલ ૧૪ વોર્ડ માંથી ૫૬ જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે તેમજ સરપંચ પદ માટે ૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ૨૧ ડિસેમ્બરના રોજ વીરપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના રમેશભાઈ સરવૈયા ૭૧૩ મતે વિજેતા જાહેર થયા હતા સાથે સાથે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા પણ સભ્યપદેથી ૧૪૫ મતે વિજેતા જાહેર થયા જેમને લઈને આજે જેતપુર તાલુકા મામલતદાર બી.એમ.ખાનપરાની ઉપસ્થિતમાં વિધિવત રીતે વીરપુર ગ્રામપંચાયતના સરપંચપદ તરીકેનો ચાર્જ રમેશભાઈ સરવૈયાએ સંભાળ્યો હતો જયારે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા સર્વાનુમતે બિનહરીફ ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા,ત્યારે આઝાદી પછી જયારથી વીરપુર ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમવાર પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ એમ બંને પતિ પત્નીએ રેકોર્ડ કર્યો હતો, વીરપુર એક જગવિખ્યાત યાત્રાધામ હોય તેમજ વીરપુર ગ્રામપંચાયત જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત હોય ત્યારે પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ બનતા વીરપુર ગામના તમામ જ્ઞાતિના લોકોએ તેમજ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ, યુવાનોએ પણ રમેશભાઈ સરવૈયા તેમજ તેમના પત્ની મંજુલાબેન સરવૈયાને શુભેચ્છાઓ પાઠવી હતી, જયારે નવ નિયુકત સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પતિ પત્ની બંને સાથે મળીને વીરપુર ગામની જનતાએ જે જવાબદારી સોંપી છે ત્યારે પૂજય જલારામ બાપાના યાત્રાધામ વીરપુરના વિકાસના કર્યોને હંમેશા આગળ વધારતા રહીશું.

વીરપુર ગ્રામપંચાયતના નવ નિયુકત સરપંચ ઉપસરપંચ સરવૈયા દંપતિએ પૂજય જલારામબાપાની જગ્યામાં શીશ જુકાવી દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

(10:08 am IST)