-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Thursday, 20th January 2022
જસદણઃ ઓપન કેટેગરીમાં અનામત વાળાને સમાવેશ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા હરેશભાઈ હેરભા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૦: તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઓપન કેટેગરીમાં અનામત વાળાનો મેરીટમાં સમાવેશ આપવાનો ફેંસલો જસ્ટિસ ભટ્ટ સાહેબે આપ્યો છે. ન્યાયમૂર્તિ ઉદયલલિત ની અધ્યક્ષતા વાળી સર્વોચ્ચ અદાલત પીઠ ના અનામતના ફાયદાને કરેલ અરજી નો મહત્વના ચુકાદો જસ્ટિસ ભટ્ટ સાહેબે સંભળાવ્યો હતો.રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા એ વધુમાં જણાવ્યું હતું કે હવે થી અનામત વાળાને પણ યોગ્યતા માટે તક મળશે અને જાતીના આધારે નહિ પણ યોગ્યતા પર ધ્યાન અપાશે અને મેઘાવી ઉમેદવારો ને તક મળશે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા વધુમાં રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભાએ જણાવ્યું હતું કે આ ચુકાદો ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેમ છે તેજસ્વી પ્રતિભા ધરાવતા લોકોને આ ચુકાદાથી સારી તક મળશે.
(10:09 am IST)