Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કેનેડાથી ૯૦ પેકેટ ડ્રગ્સ પંજાબ-હરિયાણા પહોંચાડવાનુ હતુ

કચ્છનાં મુંદ્રા બંદરે ઝડપાયેલ કેફી દ્રવ્યની કિંમત ૭૫ લાખઃ કન્ટેનરમાં કાર મારફતે 'મારીજુઆના વીડ' હાઇ પ્રોફાઇલ પાર્ટી ડ્રગ્સ મોકલવાનો પર્દાફાશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: મુન્દ્રા બંદરે ફરી આયાત નિકાસના વ્યાપારના ઓઠા હેઠળ એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

આથી અગાઉ જખૌ નજીક માછીમારી બોટમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતી. આમ અલગ અલગ રીતે દરિયા વાટે ભારતમાં કેફી દ્રવ્યો ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓના પેંતરાઓ સામે હવે દેશની સુરક્ષા એજન્સીઓએ વધુ સતર્ક થવાની જરૂરત છે.

ડ્રગ્સ માફિયા ગુજરાતના દરિયાઇ રસ્તે દેશમાં ડ્રગ્સ દ્યુસાડી રહ્યા હોઈ રાજય સરકારની સુરક્ષા એજન્સીઓએ પણ સતર્ક થવાની જરૂર છે. ગઇકાલે દિલ્હી નાર્કોટિકસ બ્યુરોએ કચ્છના મુન્દ્રા બંદરે ૯૦ પેકેટ મારીજુઆના ના ઝડપી પાડ્યા હતા. જોકે, આ બાબતે સત્ત્।ાવાર માહિતી હજી અપાઈ નથી. પણ, સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કેનેડાના મોન્ટ્રીયલના કયુબેક વિસ્તારના બંદરેથી ઓન્ટોરિયો (કેનેડા)ના અમરજીત નામના શખ્સે આ જથ્થો ભારતના સોનીપત રવાના કર્યો હતો.

કન્ટેનરમાં મોકલાયેલા કારમાં આ કેફી દ્રવ્ય છુપાવાયુ હતું. જે મારીજુઆના અથવા તો વીડ તરીકે હાઈ પ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ તરીકે વપરાય છે. સોનિપત હરિયાણાથી આ કેફી દ્રવ્ય પંજાબના ગોવિંદગઢ જવાનું હતું એવું જાણવા મળી રહ્યું છે. આ કેફી દ્રવ્યના જથ્થાની કિંમત ૭૫ લાખની આસપાસ હોવાનો અંદાજ છે.

(10:42 am IST)