Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પત્નિની મશ્કરી કરતા દિનેશ નાયકે પથ્થર અને છરી ઝીંકી રોહિત સુરેલાને મોતને ઘાટ ઉતાર્યો'તો

માળીયા મિયાણાના વીરવિદરકા ગામે આઠ દિવસ પહેલા યુવાનની હત્યા થઇ હતી : પોલીસે રોહિતને મધ્યપ્રદેશથી દબોચ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૦: માળિયા તાલુકાના વીરવિદરકા ગામે આઠ દિવસ પહેલા ગામમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો

મળતી વિગત મુજબ ગત તા. ૧૨ ના રોજ માળિયા તાલુકાના વીરવિદરકા ગામના રહેવાસી મહેશભાઈ જીવાભાઈ સુરેલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ રોહિતભાઈ (ઉ.વ.૨૭)ને અજાણ્યા ઇસમેં કોઈ કારણોસર પથ્થર અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી માથાના અને ગળાના ભાગે ગંભીર ઈજા કરી હોય જેથી યુવાનનું મોત થયું છે જે બનાવને પગલે માળિયા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ઘ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે મામલે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા વીર વિદરકા ગામમાં જ ખેતી કામ કરતો આદિવાસી મંજુર દિનેશભાઈ ગોવિંદભાઈ નાયક ગુમ હોય અને જે શંકાના દાયરામાં હોય જે બાબતે તપાસ ચલાવતા આરોપી દિનેશભાઈને મધ્યપ્રદેશથી માળિયા પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો.

પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક રોહિતભાઈ જીવાભાઈ કોળી આરોપી દિનેશભાઈ નાયકની ઝુંપડી ખાતે આવી આરોપી દિનેશભાઈની પત્ની સુમિત્રાને અવારનવાર મશ્કરી કરતો હોય અને બીભત્સ માંગણીઓ કરતો હોય દરમિયાન ગત તા, ૧૧ ના રાત્રીના આશરે આઠેક વાગ્યે મરણ જનાર રોહિત કોળી આરોપી દિનેશભાઈ કોળીની ઝુપડી ખાતે આવેલ હોય તે વખતે સુમિત્રા રસોઈ બનાવતી હતી અને આરોપી દિનેશભાઈ ઝુપડીમાં સુતો હતો ત્યારે મરણ જનારે રોહિત કોળીએ સુમિત્રાની મશ્કરી કરી ચેન ચાળા કરેલ હોય જેથી આરોપી દિનેશભાઈ સાથે મૃતક રોહિંતને બોલાચાલી થઇ હતી અને બાદમાં બાજુમાં પડેલ પથ્થર વડે માથામાં માર મારતા તેનું મૃત્યુ નીપજયું હતું તો બાદમાં શાકભાજી સુધારવાની છરી વડે મૃતક રોહિતનું ગળું રહેસી નાખવામાં આવ્યું હોવાની આરોપીએ કબુલાત આપી હતી.

(10:44 am IST)