Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ફરી ભરપૂર ઝાકળવર્ષા : આછા વાદળા સાથે ઠંડીમાં ઘટાડો

લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડયો : નલીયા ૧૬.૮, રાજકોટ ૧૭.૨ ડિગ્રી

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચછમાં આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થતા વાતાવરણ આહ્‌લાદક બની ગયું હતું અને વહેલી સવારે આછા વાદળા છવાયા હતા. જો કે ૮ વાગ્‍યા આસપાસ આ વાદળા વિખેરાયા હતા. આ સાથે ઠંડીમાં પણ ઘટાડો થયો છે.
આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતાં ઠંડી ગાયબ થઇ ગઇ હોય તેવું વાતાવરણ છવાયું છે. આજે કચ્‍છના નલીયામાં ૧૬.૮, રાજકોટમાં ૧૭.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આવતીકાલથી હળવા છાંટા તથા ઠંડા પવનની આગાહીના પગલે વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને વહેલી સવારથી ઠંડી ઘટી છે. તેમજ વાદળછાયુ વાતાવરણ પણ છવાયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી, મહત્તમ ૩૦.૮ ડિગ્રી, હવામાં ભેજ ૮૮ ટકા અને પવનની ઝડપ ૩.૬ કિ.મી. પ્રતિ કલાક રહી છે.
વેરાવળ
વેરાવળ તાલુકાના કાજલી ગામે આવેલ માર્કેટિંગ યાર્ડ માં વરસાદ ની આગાહી ને પગલે વેપારીઓ દ્વારા પોતાનો માલ સામાન વ્‍યવસ્‍થિત રીતે ચલાવવામાં આવશે. જેથી વરસાદ વરસે તો પણ બગાડ ન થાય.
આ બાબતે યાર્ડ ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર એ જણાવેલ કે કાજલી માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો અને વેપારીઓનો માલ સામાન વ્‍યવસ્‍થિત સચવાય તે માટે યાર્ડમાં મોટા શેડ અને ગોડાઉન બનાવેલ છે તેથી વરસાદી વાતાવરણમાં ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલ વ્‍યવસ્‍થિત રાખી શકે તેમજ વેપારીઓની દુકાનોની સામે પણ પતરા નાખવામાં આવેલ છે અને સમગ્ર યાર્ડ આરસીસી કરવામાં આવેલ છે જેથી વરસાદ વરસે તો પણ ગારા કીચડ થતું નથી જેથી માલ સામાનનો બગાડ થતો નથી.

ક્‍યાં કેટલી ઠંડી
શહેર    લઘુત્તમ તાપમાન    
અમદાવાદ    ૧૨.૮    ડિગ્રી
વડોદરા    ૧૫.૪    ,,
ભાવનગર    ૧૫.૦    ,,
ભુજ    ૧૭.૬    ,,
દમણ    ૧૭.૨    ,,
ડીસા    ૧૪.૦    ,,
દીવ    ૧૨.૫    ,,
દ્વારકા    ૨૧.૬    ,,
ગાંધીનગર    ૧૨.૩    ,,
કંડલા    ૧૭.૧    ,,
નલીયા    ૧૬.૮    ,,
ઓખા    ૨૦.૪    ,,
પોરબંદર    ૧૬.૬    ,,
રાજકોટ    ૧૭.૨    ,,
સુરત    ૧૬.૪    ,,
વેરાવળ    ૧૮.૧    ,,
જામનગર    ૧૬.૫    ,,


 

(10:52 am IST)