Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પોરબંદરમાં તીનપત્તી જુગાર રમતા ૩ પુરૂષ અને ૨ સ્ત્રીઓ ૧૧ હજાર રોકડ સાથે ઝડપાઈ

પોરબંદર, તા. ૨૦ :. નજીકના ધરમપુરના પાટીયા પાસે દેવીપૂજક વાસમાં પોલીસે જાહેરમાં રોકડા રૂ. ૧૧,૨૮૦ના મુદામાલ સાથે ત્રણ પુરૂષ તથા બે સ્ત્રીઓને જુગાર રમતા પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓ દ્વારા જિલ્લામાં દારૂ/જુગારની ગે.કા. પ્રવૃતિ નાબુદ કરવા આપેલ સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઈન્સ. એસ.એ. સોલંકી તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન ધરમપુરના પાટીયા પાસે આવતા સાથેના લોકરક્ષક વિજયભાઈ ખીમાભાઈએ બાતમીરાહે હકીકત મળેલ કે દેવીપૂજક વાસમાં જાહેરમાં અમુક ઈસમો પૈસા પાના વડે તીનપત્તી રોનપોલીસનો હારજીતનો જુગાર રમતા હોય જે હકીકત આધારે રવિ રાસીંગ સોલંકી (ઉ.વ. ૨૯) રહે. ધરમપુરના પાટીયા પાસે, (૨) કિશન ઉર્ફે પેપી દિપકભાઈ ઠાકોર (ઉ.વ. ૧૯) રહે. ધરમપુરના પાટીયા, (૩) વિજય દિનેશભાઈ સોલંકી (ઉ.વ. ૧૯) રહે. ધરમપુરના પાટીયા પાસે તથા (૪) મમતાબેન અરવિંદ રાયસીંગભાઈ સોલંકી (ઉ.વ. ૨૦) રહે. ધરમપુરના પાટીયા પાસે તેમજ (૫) રાધાબેન હકા હીરાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦) દેવીપૂજક વાસના કબ્જામાંથી ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ. ૧૧,૨૮૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ કરેલ છે અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જુ.ધા. કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધ્યો છે.

આ દરોડાની કામગીરીમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પો.સબ. ઈન્સ. એસ.એ. સોલંકી તથા પો. કોન્સ. ભરતભાઈ ભનુભાઈ, ધર્મેન્દ્રસિંહ દીલુભા, ચનાભાઈ વેજાભાઈ તથા લોકરક્ષક વિજયભાઈ ખીમાઈ રોકાયેલ હતા.

(11:09 am IST)