Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જસદણ હોસ્પિટલમાં કાલે બાળ કોરોના વિભાગને ખુલ્લો મુકવામાં આવશે

નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુશોભિત કરાયેલા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૦ : કોરોના કાળથી અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરની એકમાત્ર સંસ્થા નિૅંસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના આગોતરા આયોજન હેઠળ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા જસદણ સરકારી હોસ્પિટલમાંઙ્ગ કોરોનાગ્રસ્ત બાળ દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૃ કરવામાં આવતા હોસ્પિટલમાં બાળ દર્દીઓ દાખલ થઈ પૂરતી સારવાર લઈ સારી રીતે સમય પસાર કરી શકે અને ઘર જેવુ જ વાતાવરણ સ્થપાય તેવી ભાવનાથી બાળ દર્દીઓ માટેના કોરોના વોર્ડને રંગરોગાન - રમતગમતના સાધનો અને ફુલ - ઝાડથી સુશોભિત કરવામાં આવ્યો છે.

જસદણ વહીવટીતંત્રના વડા તેમજ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, મામલતદાર વી.આર.માકડીયા, સરકારી હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો, રાકેશ મૈત્રી, આરોગ્ય વિભાગના અધીકારી ધવલભાઈ ગોંસાઈ, જસદણના પી. આઈ. કે. જે. રાણાની ઉપસ્થિતિમાં સંસ્થાના આગોતરા આયોજન હેઠળઙ્ગ તૈયાર કરાયેલ બાળ કોરોના વોર્ડને જસદણ પંથકના અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા રાઘવભાઈ કેશવભાઈ વેકરીયાના હસ્તે તા. ૨૧ ને શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે બાળ કોરોના વિભાગ ખુલ્લો મૂકવામાં આવશે તેમ નિૅંસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી એ જણાવ્યું હતુ.

(11:15 am IST)