Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જસદણના જનાણી પરિવારે અનોખી રીતે પૌત્રી મિસરીના જન્મદિવસની ઉજવણી કરી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૦ : જસદણના જનાણી પરિવારે ભારતીય સંસ્કૃતિને અનુરૃપ તેમની લાડકવાઈઙ્ગ સાત વર્ષની દીકરીના જન્મ દિવસ ઉજવણી કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો.

સામાન્ય રીતે સુખી-સંપન્ન પરિવાર મોટી હોટલોમાં પશ્ચિમી સંસ્કૃતિને અનુરૃપ જન્મદિવસની ઉજવણી કરતાં હોય છે. પરંતુ જસદણના અગ્રણી વેપારી ભરતભાઈ કે જનાણી દડવાવાળા એ થોડા સમય પહેલા તેમની સાત વર્ષની પૌત્રી મિસરી ભાવિનભાઈ જનાણીના જન્મદિવસની ઉજવણી નિમિત્ત્।ે આલીશાન વાડી રાખીને જસદણ શહેરના બ્રહ્મ સમાજના તમામ પરિવારોને સહ પરિવાર ભોજન કરાવીને જન્મદિવસ નિમિત્ત્।ે ભારતીય સંસ્કૃતિને અનુરૃપ યજ્ઞ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. બ્રહ્મ સમાજના તમામ લોકોને પ્રેમથી ભોજન કરાવી તમામ બ્રહ્મ દેવતાનું પૂજન કરીને રોકડ ભેટ આપવામાં આવી હતી. આ જન્મદિવસની ઉજવણીમાં મીણબત્ત્।ી કરવાને બદલે મિસરીને સાત વર્ષ પૂર્ણ થયા હોય સાત ઘીના દીવા પ્રગટાવીને અગ્નિ દેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત સગા સંબંધી સ્નેહી ને પ્રેમથી ભોજન કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જનાણી પરિવારના મોભી ભરતભાઈ જનાણીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવીએ આપણી ફરજ અને આપણો ધર્મ છે અને એને અનુરૃપ જ અમે મારી પૌત્રી મિસરીનો જન્મદિવસ દર વર્ષે આવા સેવાકીય કર્યો કરીનેઙ્ગ ઉજવીએ છીએ. આ પ્રસંગે વિદ્વાન શાસ્ત્રી મહેશભાઈ શુકલ તથા ભાવિનભાઈ શુકલએ જન્મદિવસના યજ્ઞની વિધિ કરાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ કલ્યાણીએ કર્યું હતું. અગ્રણી અશોકભાઈ મહેતાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.જનાણી પરિવારના અનિલાબેન જનાણી, ચંદ્રિકાબેન, ભરતભાઈ, દિશાબેન, ભાવિનભાઈ સહિતના જનાણી પરિવારના સભ્યો તેમજ સગા-સંબંધી, મિત્રો, સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉનાં વર્ષોમાં મિસરીના જન્મદિવસ નિમિત્ત્।ે પછાત વિસ્તારમાં જઈને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવીને,ઙ્ગ નાના ગામડાની સરકારી શાળાના બાળકોને ભોજન કરાવીને,ઙ્ગ ગોંડલ નજીકના વૃદ્ઘાશ્રમમાં વડીલોને ભોજન કરાવીને વગેરે સમાજ ઉપયોગી સેવા કાર્યો દ્વારા દર વર્ષે જન્મ દિવસની ઉજવણી કરી હતી. આવા પ્રેરણાદાયી કાર્ય બદલ ભરતભાઈ જનાણીના મોબાઈલ નંબર ૯૮૨૪૪૨૫૪૦૦ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(11:15 am IST)