Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોનાની રફતાર તેજઃ કેસમાં ઉછાળો

ભાવનગર પ૭૦, જુનાગઢ ર૪પ, દેવભુમી દ્વારકા જીલ્લામાં ૪૬ કેસ નોંધાતા ચિંતા વધી

રાજકોટ, તા., ૨૦: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસમાં સતત ઉછાળો આવતા ચિંતા પ્રસરી ગઇ છે. સતત કેસ વધતા કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી બન્‍યું છે.
ભાવનગરમાં ૫૭૦, જુનાગઢમાં ૨૪૫, દેવભુમી દ્વારકા જીલ્લામાં ૪૬ કેસ નોંધાયા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના સંક્રમણ સતત વધી રહયું છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન ભાવનગર ૫૭૦ પોઝીટીવ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોના જેટ ગતીએ વધી રહયો છે. ભાવનગર શહેરમાં કોરોનાના પર૬ કેસ નોંધાયા છે. જયારે ૧૩૦ દર્દીઓ  ડીસ્‍ચાર્જ થયા છે. જયારે ભાવનગર ગ્રામ્‍યમાં કોરોનાના ૪૪ કેસ નોંધાયા છે અને ૨૬ દર્દીઓ ડીસ્‍ચાર્જ થયા છે.
હવે ભાવનગર જીલ્લામાં કોરોનાના એકટીવ દર્દીઓની સંખ્‍યા ૨૪૫૩ એ પહોંચી છે. કોરોનાના કેસો વધતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
જુનાગઢ
(વિનુ જોશી) જુનાગઢઃ જુનાગઢ જીલ્લામાં કોરોનાની તેજ રફતારને લઇ માત્ર બે જ દિવસમાં ૨૪૫ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
જુનાગઢ શહેર જીલ્લામાં મંગળવારે ૧૩૧ લોકોનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્‍યા હતા. જેમાં સૌથી વધુ ૧૨૬૧૧૬  દર્દી જુનાગઢ સીટીના હતા.
ગઇકાલે કોરોનાના કેસ આંશીક રીતે ઘટીને જુનાગઢ શહેરના ૯પ સહીત જીલ્લામાં કુલ ૧૧૪ નવા કેસ આવ્‍યા હતા.
આ બે દિવસના કુલ ર૪પ કેસની સામે ૧૦૬ દર્દી સ્‍વસ્‍થ થતા તેમને સારવારમાંથી મુકત કરવામાં આવ્‍યા હતા.
છેલ્લા એક સપ્તાહથી જુનાગઢ શહેરી વિસ્‍તારમાં સંક્રમણ વધતા લોકોમાં ગભરાટ જોવા મળી રહયો છે. બીજી તરફ ત્રણ દિવસમાં ૨૫ હજાર લોકો કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં કેદ થઇ ગયા છે.
દેવભુમી દ્વારકા
(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળીયા, દેવભુમી દ્વારકા જીલ્લામાં આરોગ્‍ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ કોરોના વાયરસના દ્વારકા તાલુકામાં ર૪, ખંભાળીયા તાલુકામાં ૧૮, કલ્‍યાણપુર તાલુકામાં ૩ અને ભાણવડ તાલુકામાં ૧ મળી કુલ ૪૬ નવા દર્દીઓનો ઉમેરો થયો છે. આજ રોજ જીલ્લામાં કોરોના અંગેના કુલ ૧૧૭૪ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. આ વચ્‍ચે દ્વારકાના ૧૬, ભાણવડના ૯ અને ખંભાળીયાના ૩ દર્દીને સ્‍વસ્‍થ જાહેર કરાયા છે.

 

(11:21 am IST)