Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

મુખ્યમંત્રી ઓનલાઇન સંદેશ આપશે

ઉપરાંત કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા, કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલ પણ ઓનલાઇન જોડાશે : ૧૦૮ દીવડાની મહાઆરતી થશે

રાજકોટ તા. ૨૦ : આવતીકાલે ખોડલધામનો પાટોત્સવ કોરોના ગાઇડ લાઇન પ્રમાણે ઓનલાઇન યોજાશે. આજે ટ્રસ્ટીઓ હર્ષદભાઇ માલાણી, રમેશભાઇ ટીલાળા, ચીમનભાઇ હપાણી, પ્રવીણભાઇ જસાણી, મહેશભાઇ સાવલિયા, હસમુખભાઇ લુણાગરિયા, જયેશભાઇ દુધાત્રા, ચિંતનભાઇ પેઢડિયા વગેરે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.

અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોવિડ ગાઇડલાઇન પ્રમાણે કાર્યક્રમ થશે. સવારે ૬ થી ૯ એક કુંડી યજ્ઞ, બાદમાં મહાઆરતી તથા ૯.૪૫ વાગ્યે ખોડલધામના મોભી નરેશભાઇ પટેલનો સંદેશ અને રાજકીય અગ્રણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રિય પ્રધાન મનસુખભાઇ માંડવિયા, કોંગ્રેસના નેતા સિધ્ધાર્થભાઇ પટેલ વગેરે નેતાઓ ઓનલાઇન જોડાઇને સંદેશ આપશે.

અગ્રણીઓએ કહ્યું હતું કે, ખોડલધામ રાષ્ટ્ર ઉત્થાનનું કાર્ય કરતી સંસ્થા છે. આ મહોત્સવમાં સર્વ સમાજ ઓનલાઇન જોડાય તેવી અપીલ છે. ૧ હજાર સ્ક્રીન પર દેશ વિદેશમાં લોકો કાર્યક્રમ માણશે. જ્યાં-જયાં સ્ક્રીન છે ત્યાં રંગોળી-સુશોભન ચાલી રહ્યા છે. આવતીકાલે ૧૦૮ દીવડાની મહાઆરતી થશે.

(12:45 pm IST)