Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

મોરબી પાસેના અકસ્માતમાં ત્રણના મોતથી કામદાર વર્ગમાં અરેરાટી

કાર એ રીતે અથડાઇ કે વિજપોલ પણ નિકળી ગયો

મોરબી, તા.૨૦: ગત રાત્રીના રાજપર નજીક કાર વીજપોલ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા મૃતદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ખાનપર તરફ એસન્ટ કાર નબર જી.જી.૦૩ સી.એ. ૪૮૧૪ જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમવાતા રાજપર થી થોરાળા વચ્ચે આવેલ બોખરીયા હનુમાન મંદિર પાસે આવેલ વીજપોલમાં કાર ધડાકાભેર અથડાતા બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર રાજેશભાઈ, મનોજભાઈ અને એક મહિલા ગંભીર રીતે દ્યાયલ થયા હતા દ્યટનાની જાણ થતા ૧૦૮ ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ હાહ ધરી હતી પણ સારવાર મળે તે પેહલા જ કારમાં સવાર એક મહિલા સહિત ત્રણેયના મોત થયા હતા. મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલમાં દોડી ગયા હતા.

આ કારની સ્પીડ એટલી જોરદાર હતી કે લોખંડનો થાંભલો જમીનમાંથી બહાર નીકળી ગયો હતો. અકસ્માત બાદ કારમાંથી ઇજાગ્રસ્તોને મહામુસીબતે બહાર કાઢી મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા જયાં ત્રણેય લોકોએ આખરી શ્વાસ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસના પી એસ આઈ વી કે કોઠીયા સહિતની ટીમ દોડી આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે મૃતક રંજેશ મેહતાના ભાઈ મંજયકુમાર બેચનભાઈ મેહતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેનાભાઇ રંજયકુમાર બેચનભાઈ મેહતા એ પોતાની એસેન્ટ કાર જીજે ૦૩ સીએ ૪૮૧૪ પુર ઝડપે ચલાવીને રાજપર બગથળાના પાટિયા નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલ લોખંડના ઇલેકિટ્રક થાંભલા સાથે ભટકાડી એકિસડન્ટ કરી પોતાને તથા કારના સવાર સાહેદ સાહેબલાલ શ્રીરામ બહાદુર યાદવ અને તેની સાથે રહેતી ઇન્દોરવતી કુમારી ગંગારામ પંડિતને ગંભીર ઈજાઓ થતા રંજયકુમાર, સાહેબલાલ અને ઇન્દોરવતીના મૃત્યુ નીપજયા હોવાની ફરિયાદ નોંધાવી છે.

બહાર આવ્યા મુજબ અપડાઉન કરવા માટે કાર સીધી હતી અને કોન્ટ્રાકટરે કાર પૂર ઝડપે ચલાવતા અકસ્માત સર્જાયો હતો.

(12:46 pm IST)