Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા ના આપવામાં આવે તો પાલિકાને તાળાબંધી : કોંગ્રેસની ચીમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦ : મોરબી શહેરની એ ગ્રેડ કહેવાતી ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટથી સોરાષ્ટનું કહેવાતું એક વખતનું પેરિસ આજે નર્કાગાર હાલત માં ફેરવાય ગયું હોવાની રજૂઆત મોરબી જીલ્લા કોંગ્રેસે ચીફ ઓફિસરને કરી છે.

મોરબી શહેરની પ્રજાના તમામ પ્રશ્નનું કોય પણ નિરાકરણ નથી આજ મોરબી શહેર ની પ્રજા ના પરસેવા ના ટેકસ રૂપિયા કયાં વપરાય છે તે પ્રજા પૂછે છે આજ મોરબીની પ્રજા ઉભરાતા ભુર્ગભ ગટર પાણી રોડ પર ઉપર ઉભરાય છે. પીવાના ગંદા પાણી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરે છે શેરી ગલીમાં અંધકાર અમુક લાઈટો ચાલુ છે તે પણ ચોવીસ કલાક ચાલુ રહે છે તેમજ ઉભળ ખભળ રોડ રસ્તા જયાં જોવો ત્યાં ખાડા ટેકરા કચરાના ઢગલા બેસુમાર ગંધકી લોકો ભર શિયાળે લોકો ને પીવાનું પાણી મળવું લોકો ને મુશ્કેલ આમ મોરબી નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સરે આમ નિષ્ફળ ગઈ છે.

(૧) ઉભરાતી ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાય છે (૨) શેરી ગલીઓમાં અંધકાર (૩) નવા બનાવેલા રોડ રસ્તા તૂટી ગઈ તેની તપાસ કરી કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા બાબતે (૪) ભરશિયાળે પ્રજા ને પીવાનું પાણી પુરવઠો નિયમિત મળતો નથી (૫) જયાં ત્યાં કચરાના ઢગલા (૬) સાફ-સફાઈ ની અનિયમીતતા (૭) જીયા stickler લાઈટો ચાલુ છે તે ચોવીસ કલાક ચાલુ રહે છે (૮) ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થતી નથી અને કોન્ટ્રાકટરનો માણસો દ્વારા પ્રાઇવેટ કામો કરી પ્રજા પાસેથી ગટર સફાઈ ના નામે પૈસાનો ઉઘરાણું કરવામાં આવે છે (૯) શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જે ઢોર પકડવામાં આવે છે તેનો સાચો આંકડો જાહેર કરવામાં આવતો નથી ખોટી સંખ્યા દર્શાવવી પૈસાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે (૧૦) મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઉખડ ખાબડ રોડમાં ખાડા પડ્યા છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ છે (૧૧) મોરબી શહેરની પ્રજાને પીવા લાયક પાણી મળતું નથી તેમાં ભૂગર્ભ ના ગંદા પાણી મીકસ થય જાય છે જેના કારણે લોકોના મહા મૂલ્ય જીવન સાથે ચેંડા થાય છે (૧૨) મોરબી માં ડોર ટુ ડોર ઉઘરાવતા કચરા ના વજન માં પણ ગોલમાલ કરવા માં આવે છે

(૧૩) સફાઈ કામ રોજમદારમાં ખાલી નામ રાખી કામ નહિ પણ ખાલી પેસા ભેગા કરવામાં આવે છે  આમ ભષ્ટ્રાચાર ચાલે છે.

માટે મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપે અને આં તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે નહિતર પ્રજા ને સાથે રાખી કોંગ્રેસ પક્ષ નગરપાલિકા સામે ગમે ત્યારે તાળા બંધી અને ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરશે માટે પ્રજાને પરેશાન કરતા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી જયંતીભાઈ પટેલ જિલ્લા કોગ્રેસ સમિતિ પ્રમુખ રાજુ ભાઈ કાવર પ્રમુખ મોરબી શહેર કોગ્રેસ સમિતિ રમેશભાઈ રબારી.મહેશ રાજયગુરૂ . કે ડી પડસુંબિયાએ માગણી કરી છે.

(12:47 pm IST)