Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વેરાવળ તાલુકાના આજોઠા ગામની બાજુમાં બોલેરા ગાડીના ચાલકનું મૃત્યુ

વેરાવળ /પ્રભાસ પાટણ, તા. ર૦ :   વેરાવળ તાલુકાના આજોઠા ગામે રાત્રીના સમયે એક બોલેરા ગાડી GJ 14, x 3767 નંબરની આજોઠા ગામની બાજુમા હાઈવે રોડની કામગીરી ચાલતી હોવાથી ધુળના ઢગલા ઉપર ચડી જતા ચાલક વાસોદ ગામના અલ્પેશ ધીરૂ કામળીયા મૃત્યુ પામેલા છે આ બનાવ રાત્રીના ત્રણ કલાકના અરસામાં બનેલ છે આ બનાવ ની જાણ થતા રાકેશભાઈ હરસુખ કામળીયાએ પ્રભાસ પાટણ પોલીસમા ફરીયાદ નોંધાવેલ આ બનાવની વધુ તપાસ પ્રભાસ પાટણ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.

(1:18 pm IST)