Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જામનગરના બેડગામના પાટીયા પાસે બાઇકે હડફેટે લેતા દંપતી અને પુત્રીને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: સિકકા પોલીસ સ્ટેશનમાં વાલજીભાઈ સવસીભાઈ રાઠોડ, ઉ.વ.પર, રે. નવાગામ બારોટની દુકાન પાસે, તા.લાલપુર, જિ.જામનગર  વાળા  એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧–ર૦રરના જામનગર – ખંભાળીયા હાઈવે રોડ, બેડગામ ના પાટીયા પાસે ફરીયાદી વાલજીભાઈ તથા તેમના પત્ની તથા દિકરી સાથે બેડગામ ના પાટીયા પાસે ઉભા હોય તે દરમ્યાન આ કામના આરોપી મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–સી.કે.–૮૮૮૩ નો ચાલક પુરઝડપે એન ગફલતભરી રીતે બેફીકરાઈથી ચલાવી આવી ફરીયાદી વાલજીભાઈ તથા તેના પત્ની તથા દિકરીને હડફેટે લેતા ફરીયાદી વાલજીભાઈને ડાબા હાથના અંગુઠામાં ફેકચર તથા ડાબા પડખામાં તથા ડાબા પગના પોચામાં ઈજા તથા ફરીયાદી વાલજીભાઈના પત્ની રમાબેનને જમણા હાથમાં ફેકચર તથા કપાળમાં છોલછાલ તથા કમરમાં મુંઢ ઈજા તથા ફરીયાદી વાલજીભાઈ દિકરી કોમલબેનને જમણા પડખામાં મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.

દારૂ ઝડપાયો : આરોપી ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિરેનભાઈ માંડાભાઈ ગોગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૧–ર૦રરના પુનીતનગર, આશાપુરા માતાજીના મંદિર પાસે, જામનગરમાં આરોપી મોટરસાયકલ હોન્ડા સ્પેલન્ડર જેનો ચાલક દારૂની બોટલ નંગ–૪, કિંમત રૂ.ર૦૦૦/– તથા હોન્ડા મોટરસાયકલની કિંમત રૂ.પ૦,૦૦૦/– મળી કુલ રૂ.પર,૦૦૦/– ના મુદામાલ મુકી નાશી જઈ ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું મોત

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતા કરશનભાઈ કારાભાઈ પાથર, ઉ.વ.૪૦ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭–૧–ર૦રરના મોટી ગોપ ગામની સીમમાં પરબતભાઈ પાથરની વાડીએ આ કામે મરણજનાર કારાભાઈ સાજણભાઈ પાથર ઉ.વ.૬૩, રે. મોટી ગોપ, તા.જામજોધપુરવાળા ને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(12:50 pm IST)