Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પાંચ વર્ષમાં એવા કામ કરો કે ટિકિટ તો ઠીક મંત્રી પદ પણ માંગવા જવું ન પડે, અને દિલ્હીમાં તમારી જરૂર પડે.

મોરબી જીલ્લાના ચુંટાયેલા ધારાસભ્યોને સવજીભાઇ ધોળકીયાની ટકોર.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડીમાં મોરબી સીરામીક એસો. સહિતના ઔધોગિક એસોસિએશન દ્વારા જિલ્લાના પાંચેય ધારાસભ્યોનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો જેમાં સફળ ઉદ્યોગપતિ અને મોટીવેશનલ સ્પીકર સાવજીભાઇ ધોળકિયા દ્વારા પાંચેય ધારાસભ્યોને એવિ ટકોર કરવામાં આવી હતી કે આગમી પાંચ વર્ષમાં પ્રમાણિક્તા સાથે એવા કામ કરો કે ટિકિટ તો ઠીક મંત્રી પદ પણ માંગવા જવું ન પડે.

મોરબી સીરામીક એસો., પેપર મિલ એસ. સહિતના ઉદ્યોગીક એકમો દ્વારા મોરબી જીલ્લાના પાંચ ધારાસભ્ય જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં મોરબીના ઉદ્યોગકારો સહિતના લોકો હાજર રહ્યા હતા
આ તકે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઇ ઓગણજા અને વિનોદભાઇ ભડજા તેમજ પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કરોડિયા સહિતના આગેવાનો અને તેની ટિમ દ્વારા પાંચેય ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તેની સાથો સાથ જુદાજુદા જ્ઞાતિ, સમાજ અને સંગઠનો દ્વારા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સુરતના હીરાના સફળ ઉધોગપતિ અને મોટીવેશનલ સ્પીકર સવજીભાઈ ધોળકિયાએ પોતાની શૈલીમાં અહીના ઉદ્યોગકારોને ખોટા કામ ન લઈને જવા માટેની ટકોર કરી હતી તો ધારાસભ્યોને જે જવાબદારી લોકોએ આપેલ છે તેને ધ્યાનેરાખીને એટલું જ કહ્યું હતું કે, પાંચ વર્ષ પ્રમાણિક્તાથી કામ કરજો એટ્લે ટિકિટ તો ઠીક મંત્રી પદ પણ માંગશો નહીં તો પણ આપવામાં આવશે એથી આગળ વધીને કહ્યું હતું કે, દિલ્હીમાં પણ આપોઆપ તમારી જરૂરિયાત ઉભી થઈ જશે
  મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે કહ્યું હતું કે, મોરબી આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે પરંતુ ગંદુ બહુ જ છે જેથી તે દિશામાં પણ કામ કરવામાં આવે તે જરૂરી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને અંતમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સન્માનનો પ્રતીભાવ આપતા કહ્યું હતું કે, સવજીભાઈ દ્વારા જે માર્મિક ટકોર કરવામાં આવી છે તેને અમે વધાવી છીએ અને મોરબીનો વિકાસ થાય તે દિશામાં આગામી દિવસો કામ કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ સાવજીભાઈએ એવું પણ કહ્યું હતું કે, ખોટા કામ લઈને કોઈએ ધારાસભ્યો પાસે જાણવાનું નહીં તેના ઉપર કાંતિભાઈએ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, અમારી પાસે ખોટા કામ લઈને કોઈએ આવવું નહીં સાચા કામમાં અમે તમારી સાથે જ છીએ

 અત્રે ઉલેખનીય છે કે, હર હંમેશ મોરબી અને અહીના ઉદ્યોગના હિતમાં સાથે રહેતા પત્રકારોનું મોરબી જીલ્લામાં ચૂંટાયેલા પાંચેય ધારાસભ્યોએ સન્માન કર્યું હતું અને તેની કામગીરીને બિરદાવી હતી

(11:11 pm IST)