Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કોડીનાર પોલીસે રોમિયો સામે લાલ આંખ કરી.

શહેરમાં ધૂમ સ્ટાઇલમાં ફરતા લવર મૂછીયા રોમિયોને પકડી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદા નું ભાન કરાવ્યું.:૧૧ બાઈક ડીટેન -૬ એન.સી અને ૩૦૦૦ નો દંડ વસુલ્યો.

કોડીનાર :કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર વિસ્તારોમાં લવર મુછીયા રોમીયાઓની રોમિયોગીરી ફૂલી ફાલી હોવાની ઉઠેલી ફરીયાદોનાં અનુસંધાને કોડીનારના પી.આઇ.એ.એમ.મકવાણા તેમજ પ્રોબેસન પી.આઇ.છેલાણા દ્વારા એ આજે વ્હેલી સવારથી જ ફિલ્મી ઢબે એક્શન સિન સપાટા મારતા ધૂમ બાઈક ચાલકો તેમજ રોમિયોગીરી કરતા લવર મૂછીયાઓ સામે લાલ આંખ કરી કડક ઝુંબેશ હાથ ધરી વેરાવળ હાઇવે,સુગર ફેકટરી રોડ, દેવલી રોડ અને ઉના રોડ ઉપર આવેલ સ્કૂલ કોલેજ આસપાસ પેટ્રોલિંગ ગોઠવી અને ખાસ કરી ને એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે વોચ ગોઠવી સિન સપાટા વિદ્યાર્થીનીઓ ઉપર રોમિયોગિરી કરતા લવર મૂછિયા મજનુઓને પકડી પાડી જાહેરમાં ઊઠક બેઠક કરાવી દંડ કરી શાન ઠેકાણે લાવી શિક્ષાત્મક કાર્યવાહી કરી મજનુંઓને પાઠ ભણાવી પી.આઇ. છેલાનાં એ એસ.ટી.સ્ટેન્ડ ઉપર હાજર વિદ્યાર્થીનીઓને કોઈપણ અજાણ્યા યુવકો તેમનો પીછો કરે કે પજવણી કરે કે રોડ ઉપર સ્ટંટ કરતા દેખાય તો વિના સંકોચે નિર્ભય બની શાળા કોલેજ ને અથવા પોલીસ નો સંપર્ક કરવા અને સલામતી અંગે સલાહ સૂચનો આપી મહિલાઓની સલામતી માટે પોલીસ હમેશાં તેમની સાથે જ હોવાનો વિશ્વાસ આપ્યો હતો.

 પોલીસ ની કામગીરી ને પ્રજાજનો અને અગ્રણીઓ એ આવકારી રોમિયોગીરી કરતા તત્વો ને કડક સબક શીખવાડી ઉદાહરણરૂપ દાખલો બેસાડવા માંગ કરી હતી.

 આ ટ્રાફિક જુંબેશ માં પોલીસ દ્વારા ૧૧ બાઈક ડીટેન કરી ,૬ એન.સી અને ૩૦૦૦ નો દંડ વસુલ્યો હતો આ કામગીરી માં જશપાલ સિંહ,ભાવસિંહભાઈ પરમાર,ભાવેશભાઈ ગુર્જર, શૈલેષભાઈ વગેરે સ્ટાફ નાં જોડાઈ અને કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી

(11:41 pm IST)